વીર બાળ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત કાર્યક્રમમાં બાળકોને સંબોધિત કર્યા હતા. ભારત સરકારે વર્ષ 2022માં 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી અને ત્યારથી દર વર્ષે આ દિવસે દેશભરમાં વિશેષ કાર્યક્રમો યોજવામાં આવે છે. કાર્યક્રમ પહેલા વડાપ્રધાન મોદીએ આ વર્ષે વીરતા પુરસ્કારથી સન્માનિત થયેલા બાળકો સાથે સંવાદ કર્યો હતો, જેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે આજે દેશ વીર બાળ દિવસ ઉજવી રહ્યો છે અને આપણે તે વીર સાહિબજાદાઓને યાદ કરી રહ્યા છીએ, જેઓ ભારતનું ગૌરવ છે. તેમણે જણાવ્યું કે વીર સાહિબજાદાઓ ભારતના અદમ્ય સાહસ, શૌર્ય અને વીરતાની પરાકાષ્ઠા છે, જેમણે પોતાની નાની ઉંમર અને પરિસ્થિતિઓની સીમાઓ તોડી ક્રૂર મુગલ સલ્તનત સામે ચટ્ટાન સમાન ઊભા રહી ધાર્મિક કટ્ટરતા અને આતંકવાદના અસ્તિત્વને હચમચાવી નાખ્યું હતું.
Addressing a programme on Veer Baal Diwas. We remember the exemplary courage and sacrifice of the Sahibzades.
https://t.co/kQPb0RmaIj
— Narendra Modi (@narendramodi) December 26, 2025
પીએમ મોદીએ કહ્યું કે જે રાષ્ટ્ર પાસે આવું ગૌરવશાળી ભૂતકાળ અને યુવા પેઢીને પ્રેરણા આપતી વિરાસત હોય તે રાષ્ટ્ર માટે કંઈ પણ અશક્ય નથી. તેમણે ઉમેર્યું કે સાહિબજાદાઓની બહાદુરીથી પ્રેરિત થઈને કેન્દ્ર સરકારે વીર બાળ દિવસની ઉજવણી શરૂ કરી છે, જે નવી પેઢી સુધી આ પ્રેરણાઓ પહોંચાડે છે.
વડાપ્રધાને જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષોમાં વીર બાળ દિવસની નવી પરંપરાઓએ સાહિબજાદાઓના સંદેશને બાળકો સુધી પહોંચાડ્યો છે અને સાહસી તથા પ્રતિભાવાન બાળકોના નિર્માણ માટે એક મજબૂત મંચ તૈયાર કર્યો છે. તેમણે દેશના વિવિધ ભાગોમાંથી આવેલા 20 બાળકોને વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરી પુરસ્કાર વિજેતાઓને કહ્યું કે આ સન્માન માત્ર તેમનો નથી, પરંતુ તેમના માતા-પિતા, શિક્ષકો અને માર્ગદર્શકોનું પણ ગૌરવ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel