Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 22, 2026 Ahmedabad 33°C

ગામડાઓ માં લોકોને પડતી તકલીફો ની જાણકારી મેળવવા જિલ્લા કલેક્ટરે લીધી ગામડાના લોકોની મુલાકાત

ગામડાઓ માં લોકોને પડતી તકલીફો ની જાણકારી મેળવવા જિલ્લા કલેક્ટરે લીધી ગામડાના લોકોની મુલાકાત

ભિલોડા તાલુકાની ટોરડા ગ્રામપંચાયતમાં આજે અરવલ્લી જિલ્લા કલેક્ટર તથા ભિલોડા મામલતદારે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ભિલોડા તાલુકાની ટોરડા ગ્રામપંચાયતની મુલાકાત લીધી હતી.જેમાં ટોરડા ગ્રામપંચાયતમાં આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કરાયું હતું. તેમજ આજુબાજુ ના વિસ્તાર માં થી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને લોકોને પડતી સમસ્યા, લોકોના અટવાયેલા પ્રશ્નો તથા રોડ – રસ્તાઓ ની હાલત તેમજ ગૌચરમાં વધી રહેલ દબાણો જેવી તકલિફોને લઇ લોકોએ કલેક્ટર નું ધ્યાન દોર્યું હતું.
જિલ્લા કલેક્ટર પ્રશસ્તી પારિકે લોકોના પ્રશ્નો તથા ગામડાના લોકોને પડતી તકલીફો તેમજ સરકારની સુવિધાથી વંચિત રહેલા લોકોના પ્રશ્નો નું નિરાકરણ લાવવાની બોહેધરી આપી હતી.હવે કલેક્ટર ની આ મુલાકાતથી લોકોના પ્રશ્નોનું નિરાકરણ તથા ગામડામાં લોકોને પડતી હાલાકીનું નિરાકરણ કેટલા સમયમાં આવે છે તે જોવું રહ્યું.

 

 

રિપોર્ટર-હિતેન્દ્રસિંહ રાઠોડ(અરવલ્લી)

Filed under Aravalli Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.