Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

સામાજિક સુરક્ષા કોવાડીયા ટ્રસ્ટ ની વાર્ષિક સાધારણ સભામાં મોડાસાના હોદ્દેદારો નિમાયા

સામાજિક સુરક્ષા કોવાડીયા ટ્રસ્ટ ની વાર્ષિક સાધારણ સભામાં મોડાસાના હોદ્દેદારો નિમાયા

શ્રીમતી સુરેખાબેન સુરેશચંદ્ર ચીમનલાલ શાહ સામાજિક સુરક્ષા કોવાડિયા ટ્રસ્ટ મોડાસાની વાર્ષિક સાધારણ સભા પ્રમુખશ્રી નરેશભાઈ એન મહેતા (વડોદરા)ના અધ્યક્ષ સ્થાને અમદાવાદ ખાતે મળી હતી. આ સભામાં વર્ષ 2023 24 ના હિસાબો મંજૂર કરવામાં આવ્યા. ત્યારબાદ વર્ષ 2024-25 થી 2026-27 એમ ત્રણ વર્ષ માટે શ્રી દિનેશભાઈ જે મહેતા ની પ્રમુખ તરીકે સર્વાનુંમતે વરણી કરવામાં આવી. ઉપપ્રમુખ તરીકે કિરીટભાઈ કાંતિલાલ શાહ મહામંત્રી તરીકે મુકુન્દકુમાર શાંતિલાલ શાહ અને ખજાનચી તરીકે પ્રકાશભાઈ બી મહેતા ની સર્વાનુંમતે વરણી થતા નિવૃત્ત થતા પ્રમુખ શ્રી નરેશભાઈ મહેતાએ નવા પ્રમુખ શ્રી દિનેશભાઈ મહેતાને બુકે આપી સ્વાગત કર્યું તથા નિવૃત્ત થતા પ્રમુખ શ્રી નરેશભાઈ મહેતાની સાલ બુકે અને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા. આ સભામાં મેડિક્લેમ માટે આવેલા બિલોની ચકાસણી કરી રકમ મંજૂર કરવામાં આવી.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.