કોંગોના કોલવેઝી એરપોર્ટ પર એક ગંભીર વિમાન અકસ્માત બન્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો મુજબ, વિમાન રનવે પર ઉતરતા જ તેનો પાછળનો ભાગ ભભૂકી ઉઠ્યો અને થોડા જ ક્ષણોમાં આખું પ્લેન અગ્નિગોળામાં ફેરવાઈ ગયું. આ ભયાનક દુર્ઘટનાએ લોકોમાં ચિંતા ફેલાવી દીધી છે.
વિમાનમાં કોંગોના ખનન મંત્રી લુઈસ વાટમ કાબામ્બા સહિત ટોચના અધિકારીઓ સવાર હતાં. વિમાન એમ્બ્રેયર ઈઆરજે-145એલઆર (D2-AJB) હતું, જેનું સંચાલન એરજેટ અંગોલા દ્વારા કરવામાં આવતું હતું. આ ફ્લાઇટે કિંશાસાથી કોલવેઝી માટે ઉડાન ભરી હતી.
સોમવારે જ્યારે વિમાન કોલવેઝીના રનવે 29 પર લેન્ડ થયું, ત્યારે અચાનક તેના પાછળના ભાગમાં આગ લાગી અને તરત જ પ્લેન રનવે પરથી ઉતરી ગયું. મંત્રીના સંચાર સલાહકાર ઈસાક ન્યેમ્બોએ ખાતરી આપી કે અકસ્માત સમયે વિમાન રનવેની બહાર નીકળી ગયેલું અને પછી પલટી ગયું હતું. રાહતની વાત એ છે કે મુસાફરો અને ક્રૂ—કોઈનું પણ મૃત્યુ થયું નથી, અને તમામને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા.
An Embraer ERJ-145 crashed landing at Kolwezi Airport, Democratic Republic of the Congo, veered off runway and caught fire.
The plane was destroyed, but all onboard, including the Mines Minister, evacuated safely. No injuries reported. Investigation ongoing into the crash. #DRC https://t.co/PxHq56C6Z9 pic.twitter.com/4rg5NDV2wb
— GeoTechWar (@geotechwar) November 17, 2025
માહિતી મુજબ, આગ એટલી પ્રચંડ હતી કે વિમાન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે. શરૂઆતના અનુમાન મુજબ, લેન્ડિંગ દરમ્યાન વિમાનનું મુખ્ય ગિયર તૂટી પડ્યું, જેના કારણે તે રનવે બહાર સરકી ગયું અને પછી તેની પૂંછડી પાસે આગ ભભૂકી.
ઘટના સમયે મંત્રી કોલવેઝી નજીકની કાલોન્ડો ખાણની મુલાકાતે જઈ રહ્યા હતા, જ્યાં થોડા દિવસો પહેલા ભારે વરસાદને કારણે પુલ તૂટી પડતા અનેક શ્રમિકોના મોત થયા હતા. હાલ તપાસકર્તાઓ આ દુર્ઘટનાના ચોક્કસ કારણો શોધવા માટે તપાસ કરી રહ્યા છે.
આ ઘટનાનો વીડિયો અને દૃશ્યો લોકોને હચમચાવી દેતા હોય, તેવી આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવું સૌથી મોટી રાહત તરીકે સામે આવ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel