click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ચૂંટણી પહેલાં આસામમાં SSR યોજવાનો ચૂંટણી પંચનો આદેશ, SIRથી કેવી રીતે અલગ તે સમજો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ચૂંટણી પહેલાં આસામમાં SSR યોજવાનો ચૂંટણી પંચનો આદેશ, SIRથી કેવી રીતે અલગ તે સમજો
Gujarat

ચૂંટણી પહેલાં આસામમાં SSR યોજવાનો ચૂંટણી પંચનો આદેશ, SIRથી કેવી રીતે અલગ તે સમજો

Last updated: 2025/11/18 at 1:52 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ચૂંટણી પંચે આસામમાં 1 જાન્યુઆરી 2026થી વૉટર યાદી વિશેષ સુધારણા (Special Revision of Electoral Roll) શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ સુધારણા 2026ની વિધાનસભા ચૂંટણી પહેલાં પૂર્ણ થઈ જશે અને તેની અંતિમ યાદી 10 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રસિદ્ધ થશે.

Contents
SIR અને સ્પેશલ રિવિઝનમાં શું તફાવત છે?સ્પેશલ રિવિઝન સમયમર્યાદા

આ જ સમયે દેશના બાકીના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) ચાલી રહી છે. પરંતુ આસામમાં SIRને બદલે Special Summary Revision (SR અથવા SSR) કરવામાં આવી રહી છે. આ બંને પ્રક્રિયાઓ વચ્ચે મોટો તફાવત છે અને તેનું મુખ્ય કારણ આસામમાં હજુ પેન્ડિંગ રહેલી નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC) પ્રક્રિયા છે. આ પ્રક્રિયાનું આસામના CM હિમંતા બિસ્વા સરમાએ સ્વાગત કર્યું છે.

તેમણે X પર લખ્યું, “ચૂંટણી પંચનો સ્પેશલ રિવિઝનનો નિર્ણય પ્રશંસનીય છે. આનાથી એક અપડેટેડ અને સચોટ મતદાતા યાદી જાળવવામાં મદદ મળશે. રાજ્ય સરકાર દરેક સંભવ સહયોગ આપશે.” સરમા સરકાર પહેલેથી જ NRC પ્રક્રિયા અને નાગરિકતા સત્યાપનને લઈને સખત વલણ ધરાવે છે, પરંતુ આ વખતે ચૂંટણી પંચે રાજ્ય પ્રશાસન સાથે પૂર્ણ સંમતિ બનાવીને આ મોડલ લાગુ કર્યું છે.

The Govt of Assam welcomes the Election Commission of India’s decision to undertake a Special Revision of the electoral roll with 01.01.2026 as the qualifying date.
This will help ensure clean, updated and accurate electoral rolls for all eligible citizens.
Assam will extend…

— Himanta Biswa Sarma (@himantabiswa) November 17, 2025

આસામમાં NRCની અંતિમ યાદી હજુ સુપ્રીમ કોર્ટમાં અટકી પડી છે. આ ઉપરાંત દસ હજારથી વધુ લોકોની નાગરિકતા વિદેશી ટ્રિબ્યુનલમાં પડકારાયેલી છે. જો આસામમાં SIR કરવામાં આવે તો નાગરિકતાના પુરાવા ફરી માંગવા પડે જે અત્યારની પરિસ્થિતિમાં કરવું યોગ્ય નથી. એટલા માટે ચૂંટણી પંચે આસામને SIRમાંથી બહાર રાખીને વિશેષ સુધારણાનો (Special Revision) આદેશ આપ્યો છે.

SIR અને સ્પેશલ રિવિઝનમાં શું તફાવત છે?

ચૂંટણી પહેલાં દરેક રાજ્યમાં વોટર લિસ્ટનું શુદ્ધિકરણ થાય છે, જે હેઠળ ઘણા નવા નામો ઉમેરવામાં આવે છે અને મૃત્યુ પામેલા કે સ્થળાંતર થયેલા લોકોના નામ કાપવામાં આવે છે. આ દર વર્ષે થાય છે, જેને સ્પેશ્યલ સમરી રિવિઝન (Special Summary Revision- SSR) કહેવામાં આવે છે. સામાન્ય રીતે ઑક્ટોબરથી જાન્યુઆરી વચ્ચે આખા દેશમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, એટલે આ એક સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે.

બીજી તરફ SIR તેનાથી તદ્દન અલગ છે. SIRમાં ઘરે-ઘરે જઈને નવા ફોર્મ ભરાવવામાં આવે છે. Special Revisionમાં પહેલેથી જ ભરેલી યાદીના આધારે ત્રણ પ્રકારનાં સ્ટેટમેન્ટ (Statement-1, 2 અને 3) દ્વારા ચકાસણી કરવામાં આવે છે. નવા ફોર્મ ભરાવવાની જરૂર નથી. SIRમાં નાગરિકતાના પુરાવા ફરી માંગી શકાય છે, જ્યારે SSRમાં એવું કશું નથી.

Special Revisionમાં D-વૉટર્સના નામો હાલ PENDING રાખવામાં આવશે અને તેમને દૂર કરવા કોર્ટનો આદેશ જરૂરી રહે છે. SIRમાં આવો કોઈ વિશેષ નિયમ નથી. આસામમાં Special Revisionમાં બ્લર્ડ કે નોન-હ્યુમન ફોટા બદલવા, ઘર નંબર વગરના ઘરોને નંબર આપવા અને પોલિંગ સ્ટેશન દીઠ મહત્તમ 1,200 વૉટર્સની મર્યાદા જેવી વધારાની જોગવાઈઓ છે.

સ્પેશલ રિવિઝન સમયમર્યાદા

22 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી ઘરે-ઘરે સત્યાપનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ 27 ડિસેમ્બરે ડ્રાફ્ટ વૉટર લિસ્ટ જાહેર થશે. અંતિમ વૉટર લિસ્ટ 10 ફેબ્રુઆરીએ આવશે. ક્વોલિફાઇંગ ડેટ 1 જાન્યુઆરી 2026 રહેશે. આ સમયમર્યાદા ચૂંટણી કાર્યક્રમને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે, કારણ કે આસામ વિધાનસભાની ચૂંટણી 2026માં યોજાવાની છે.

નોંધનીય છે કે, ગયા મહિને ચૂંટણી પંચે છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પોંડીચેરી, લક્ષદ્વીપ અને અંડમાન-નિકોબારમાં SIRનો આદેશ જાહેર કર્યો હતો. આમાંથી ઘણા રાજ્યોમાં 2026માં ચૂંટણી થવાની છે. જ્યારે આસામમાં પણ એ જ ચૂંટણી સમયમર્યાદા હોવા છતાં SIR લાગુ કરવામાં આવ્યું નથી, જેના પોતાના આગવા કારણો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, Assam, Breaking news, CM Gujarat, Election Commission, election commission of india, gujarat, latest news, localnewsgujarat, Narendra Modi, news channel in india, NRC, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, SIR, Special Revision, Special Revision of Electoral Roll, Special Summary Revision, SSR, topnews, topnewschannel, topnewschannelinindia, આસામ, આસામ સરકાર, ચૂંટણી પંચ, વૉટર યાદી, વૉટર યાદી વિશેષ સુધારણા, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, સ્પેશ્યલ સમરી રિવિઝન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 18, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દિલ્હી બ્લાસ્ટ આતંકી ઉમર નબીનો વિડિયો વાયરલ : સ્યુસાઇડ બોમ્બિંગને ‘ઇસ્લામમાં શહાદત’ ગણાવતો દેખાયો
Next Article રનવે પર ઉતરતા જ આગનો ગોળો બન્યું વિમાન, લોકો બારીમાંથી કુદ્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?