Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત પત્રકાર વાર્તામાં આજ રોજ સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ શ્રી વંદનભાઈ શાહ દ્વારા “સપ્તરંગ શોર્ટફેસ્ટ’ ની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત પત્રકાર વાર્તામાં આજ રોજ સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ શ્રી વંદનભાઈ શાહ દ્વારા “સપ્તરંગ શોર્ટફેસ્ટ’ ની  ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે “સપ્તરંગ શોર્ટ ફેસ્ટ* વિશે માહિતી આપતા વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાતના ટ્રસ્ટી અને સપ્તરંગ ફિલ્મ સોસાયટીના માર્ગદર્શક શ્રી વિજયભાઈ ઠાકરએ જણાવ્યું કે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા “સપ્તરંગ ફિલ્મ સોસાયટી”ની શરૂઆત ગુજરાતી સિનેમાનાં ઉત્કર્ષ અને તેની સાથે સંકળાયેલા કલાકારો અને કસબીઓને યોગ્ય સન્માન અને યોગ્ય મંચ મળી રહે એ માટે કરી છે. આ ફિલ્મ સોસાયટી ભારતીય ચિત્ર સાધના દિલ્હી સાથે સંલગ છે.

ગુજરાતમાં બનનારી શોર્ટ ફિલ્મો માટે “સપ્તરંગ શોર્ટ ફેસ્ટ” નું આયોજન ૧૯ અને ૨૦ ઓક્ટોબર 20024 ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે તેમના સહયોગ થી કરવામાં આવ્યું છે. “સપ્તરંગ શોર્ટફેસ્ટ’ માં માત્ર આપણા દેશમાંથી નહિ પરંતુ વિદેશમાંથી પણ ફિલ્મની એન્ટ્રી આવી છે. કુલ ૨૭૭ ફિલ્મ આવી છે જેમાંથી ૧૮૧ શોર્ટ ફિલ્મ ૬૩ ડોકયુમેન્ટરી ફિલ્મ ૨૨ કેમ્પરા ફિલ્મ અને ૧૫ એનિમેશન ફિલ્મ આપણને મળેલ છે.

કાર્યકમની વિગત વિજયભાઈએ કહ્યું કે “સપ્તરંગ શોર્ટફેસ્ટ’ માં ૩ માસ્ટર ક્લાસ રાખવામાં આવ્યા છે. આ માસ્ટર ક્લાસમાં પ્રથમ માસ્ટર ક્લાસ જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર ડાયરેકટર શ્રી વિપુલભાઈ શાહ અને દ્વિતીય માસ્ટર ક્લાસ ગુજરાતનાં જાણીતા દિગ્દર્શક શ્રી વિજયગીરી બાવા જેમણે કસૂબો ફિલ્મનું ડાયરેક્શન કર્યું હતું અને અંતિમ માસ્ટર ક્લાસ કે જે ૨૦ તારીખે છે જાણીતા લેખક અને દિગ્દર્શક શ્રી ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી લેવાના છે. ફિલ્મ સ્ક્રિનિંગ માટે ગુજરાત નાં ત્રણ મહાન કલાકારો શ્રી જયશંકર સુંદરી, શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી અને શ્રી અવિનાશ વ્યાસના નામ સાથે જોડી ને ત્રણ થિએટર્સ બનાવામાં આવ્યા છે, એવોર્ડ સમારંભ માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભવિષ્યના ફિલ્મ મેકર્સ ને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ ઉપસ્થિત રહેવાના છે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.