Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 27°C

‘ત્રિવેણી સંગમનું પાણી ન્હાવા યોગ્ય, મળની વાત..’ CM યોગીએ વિપક્ષની અફવા પર કર્યો ખુલાસો

‘ત્રિવેણી સંગમનું પાણી ન્હાવા યોગ્ય, મળની વાત..’ CM યોગીએ વિપક્ષની અફવા પર કર્યો ખુલાસો

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભના આયોજન અંગે આપવામાં આવી રહેલા નિવેદનો પર સપા પર પ્રહારો કર્યા અને કહ્યું કે આ લોકો પહેલા દિવસથી જ મહાકુંભનો વિરોધ કરી રહ્યા છે. આ લોકો સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે મહાકુંભના આયોજન અંગે અફવાઓ ફેલાવનારાઓ કરોડો લોકોની શ્રદ્ધાનું અપમાન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ૫૬ કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે. તેમણે કહ્યું કે સંગમનું પાણી સ્વચ્છ છે અને ડૂબકી લગાવવા માટે યોગ્ય છે. વિપક્ષના લોકો ખોટો પ્રચાર ફેલાવી રહ્યા છે કે તેમાં માનવ મળ હોવાનો દ્રુષ્પ્રચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મહાકુંભનું આયોજન કોઈ સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમ નથી. આ સનાતન સંસ્કૃતિનું આયોજન છે. મહાકુંભ પર અફવા ફેલાવનારા અને પાયાવિહોણા આરોપો લગાવનારાઓ સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા છે. આના પર કોઈ રાજકારણ ન થવું જોઈએ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ યુપી વિધાનસભામાં મહાકુંભ પર સંક્ષિપ્ત ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.