મહારાષ્ટ્રના રાજકારણમાં અવારનવાર ચોંકાવનારા પરિણામો સામે આવતા રહ્યા છે, પરંતુ આ વખતે એક પરિવારે એવી સિદ્ધિ હાંસલ કરી છે જે દેશના ચૂંટણી ઇતિહાસમાં દુર્લભ કહી શકાય. ડોમ્બિવલીના મ્હાત્રે પરિવારે એક પરિવાર, ત્રણ સભ્યો, ત્રણ અલગ રાજકીય પક્ષો અને ત્રણ જુદા વોર્ડમાંથી ચૂંટણી લડીને ત્રણેય જગ્યાએ જીત મેળવીને અનોખો ઇતિહાસ રચ્યો છે.
ડોમ્બિવલીના વોર્ડ નંબર 21ની પેનલમાં ઉતરેલા પ્રહલાદ મ્હાત્રે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)માંથી વિજયી થયા, રેખા મ્હાત્રેએ શિવસેનાની ટિકિટ પર જીત નોંધાવી અને રવિન મ્હાત્રેએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાનો વોર્ડ જીતી લીધો. એક જ ઘરમાંથી ત્રણ જુદા જુદા પક્ષોના ધ્વજ ફરકતા જોવા મળ્યા, જે સ્થાનિક રાજકારણની જટિલતા અને મતદારોના વલણને સ્પષ્ટ રીતે દર્શાવે છે.
#WATCH | Maharashtra civic body elections | Jalgaon: Emotional scenes in Jalgaon as Sarita Kolhe shares a hug with Mahayuti candidate Piyush Lalit Kolhe and breaks down.
Three members of the family – Lalit Kolhe, Sindhutai Kolhe and Piyush Lalit Kolhe won the election. Lalit… pic.twitter.com/8gsURFbQPx
— ANI (@ANI) January 16, 2026
આવી જ ઘટના જલગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જોવા મળી, જ્યાં કોલ્હે પરિવારના ત્રણ સભ્યો—લલિત કોલ્હે, તેમની સાસુ સિંધુતાઈ કોલ્હે અને તેમના પુત્ર પિયુષ કોલ્હે—શિવસેનાની ટિકિટ પરથી ચૂંટણી લડીને ત્રણેય વિજયી થયા. ખાસ નોંધનીય બાબત એ છે કે લલિત કોલ્હેએ તો જેલમાં રહીને ચૂંટણી લડી અને જીત મેળવી, જેનાથી આ વિજય વધુ ચર્ચાસ્પદ બન્યો. આ ‘ટ્રિપલ વિજય’ મહારાષ્ટ્રના સ્થાનિક રાજકારણની કેટલીક મહત્વની વિશેષતાઓ સામે લાવે છે. પ્રથમ, વંશીય અને સ્થાનિક પ્રભાવનું મહત્વ, જ્યાં મતદારો ઘણીવાર પક્ષની વિચારધારા કરતાં ઓળખીતા ચહેરા અથવા પરિવારને વધુ પ્રાધાન્ય આપે છે.
બીજું, રાજકીય પક્ષોની વ્યૂહરચના, જેમાં જીતની શક્યતા ધરાવતા સ્થાનિક રીતે મજબૂત ઉમેદવારોને ટિકિટ આપવી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. ત્રીજું, સ્થાનિક ચૂંટણીમાં સત્તાની લડતમાં વ્યક્તિગત પ્રભાવ અને વિસ્તારના મુદ્દાઓ રાષ્ટ્રીય રાજકારણ કરતાં વધુ અસરકારક બની જાય છે. અને ચોથું, આ ઘટના દર્શાવે છે કે ભારતીય લોકશાહી સતત વધુ જટિલ બની રહી છે, જ્યાં વિચારધારા કરતાં જીત અને સત્તા મેળવવાની રાજકીય હકીકત વધારે પ્રબળ બની રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel