ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વહીવટી પ્રક્રિયાઓને વધુ અસરકારક, ઝડપી અને નાગરિક-મિત્ર બનાવવાના હેતુથી ગાંધીનગર ખાતે એકદિવસીય કલેક્ટર કોન્ફરન્સનો ઉદ્દઘાટન કરાવ્યો. આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરો, મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મુખ્ય સચિવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સનો મુખ્ય એજન્ડા મહેસૂલ વિભાગની કામગીરીને ડિજિટલ અને પારદર્શક બનાવવાનો હતો. આ માટે i-ORA અને ઇ-ધરા જેવી મહત્વની ડિજિટલ સિસ્ટમોની વર્તમાન કામગીરીની વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીએ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા નાગરિકોને સરકારી કચેરીઓના ઘર્ષણથી બચાવવા વધુ ઝડપી અને સુલભ સેવાઓ લાવવાની સૂચનાઓ આપી.
જમીનને લગતા પડતર કેસોનું સમયમર્યાદામાં નિરાકરણ લાવવા માટે સંકલિત કાયદાઓ અને નવા ઠરાવ અંગે જિલ્લા કલેક્ટરોને માર્ગદર્શન અપાયું, જેથી કાયદાકીય ગૂંચવણોને ઓછું કરી શકાય. ઉપરાંત, મહેસૂલ વિભાગ હેઠળના ચાલતા પ્રોજેક્ટ્સ અને આગામી અમલમાં આવનારી યોજનાઓના માર્ગદર્શન અંગે ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રીએ આ તકે ભારપૂર્વક જણાવ્યું કે વહીવટી તંત્રના કેન્દ્રમાં નાગરિક સુવિધા હોવી જોઈએ અને કલેક્ટરોને પોતપોતાના જિલ્લામાં મહેસૂલી સેવાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કરવું પડશે.
આ કોન્ફરન્સ રાજ્યના વિકાસલક્ષી વહીવટમાં નવા પ્રાણનું પ્રેરક બનવાની અપેક્ષા ધરાવે છે. ખાસ નોંધનીય બાબત એ છે કે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હવે દર બુધવારે કલેક્ટર કોન્ફરન્સ યોજાશે, જેમાં મુખ્ય સચિવ કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સીધી વાતચીત કરશે. દરેક જિલ્લા કલેક્ટર દ્વારા કરેલી કામગીરીનો દર બુધવારે CS રિપોર્ટ લેવાશે, જેથી રાજયની વહીવટની કામગીરીની સતત મોનીટરીંગ અને કામગીરીમાં વધુ પારદર્શિતા લાવવામાં આવી શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel