સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાયેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF-2026)ને સંબોધન કર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના સંબંધો અને સંભવિત વેપાર કરારને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભારતીય મીડિયા સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુલ્લેઆમ વખાણ કર્યા અને તેમને પોતાના શ્રેષ્ઠ મિત્ર ગણાવ્યા. ટ્રમ્પે જણાવ્યું કે પીએમ મોદી પ્રત્યે તેમના મનમાં ઘણું સન્માન છે અને ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક “શાનદાર” ટ્રેડ ડીલ થવાની સંભાવના છે. તેમના આ નિવેદનથી બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતી વેપારિક તણાવભરી સ્થિતિમાં સુધારો થવાની આશા મજબૂત બની છે.
ટ્રેડ ડીલ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ઉત્તમ વ્યક્તિ છે અને મારા સારા મિત્ર છે. ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં જ એક મજબૂત અને લાભદાયક વેપાર કરાર થશે.” તેમના આ શબ્દો એવા સમયે આવ્યા છે જ્યારે બંને દેશો વચ્ચે ટેરિફને લઈને મતભેદો ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા ઓગસ્ટમાં અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ટેરિફ વધારીને 50 ટકા કરી દીધો હતો, જે વૈશ્વિક સ્તરે સૌથી ઊંચા ટેરિફ દરોમાંનો એક ગણાય છે. આ ઉપરાંત રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર વધારાનો 25 ટકા ટેક્સ પણ લાદવામાં આવ્યો હતો. જોકે હવે પરિસ્થિતિ બદલાતી દેખાઈ રહી છે. ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરેએ સંકેત આપ્યો છે કે બંને દેશો વેપાર મુદ્દે સક્રિય ચર્ચામાં છે અને આવતીકાલે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે.
अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ने भारत के प्रधानमंत्री के प्रति सम्मान व्यक्त करते हुए कहा है,
"मैं आपके प्रधानमंत्री का बहुत सम्मान करता हूं। वे एक शानदार व्यक्ति हैं और मेरे अच्छे मित्र हैं… हम एक अच्छा समझौता करने जा रहे हैं।"
डावोस में विश्व आर्थिक मंच के मौके पर भारतीय… pic.twitter.com/AG1YDt9l59
— One India News (@oneindianewscom) January 22, 2026
ટ્રમ્પના સકારાત્મક વલણ બાદ હવે સૌની નજર આવનારી વેપાર વાટાઘાટો પર ટકેલી છે, જેમાં વર્ષોથી પેન્ડિંગ રહેલા અનેક મુદ્દાઓનો ઉકેલ આવી શકે છે. દાવોસમાં WEFને સંબોધન કરતી વખતે ટ્રમ્પે યુરોપ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે યુરોપ હાલ સાચી દિશામાં આગળ વધી રહ્યું નથી અને ત્યાં મોટા પાયે સ્થળાંતર થઈ રહ્યું છે, જેના પરિણામો યુરોપિયન દેશો હજુ પૂરતા સમજી શક્યા નથી. ટ્રમ્પે ઉમેર્યું કે યુરોપિયન યુનિયને અમેરિકાની નીતિઓમાંથી શીખવાની જરૂર છે.
ટ્રમ્પે પોતાના કાર્યકાળની સિદ્ધિઓ ગણાવતા જણાવ્યું કે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ અમેરિકા માં ફુગાવો સતત ઘટી રહ્યો છે અને યુએસ સ્ટોક માર્કેટ ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. તેમના જણાવ્યા અનુસાર, તેમના કાર્યકાળ દરમિયાન અમેરિકા માં કુલ રોકાણ 18 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચ્યું છે અને અમેરિકા આજે વિશ્વની આર્થિક રાજધાની બની ગયું છે. તેમણે એવો પણ દાવો કર્યો કે વર્લ્ડ ઈકોનોમિક ફોરમે તેમની ટેરિફ નીતિને યોગ્ય ઠેરવી છે અને વેનેઝુએલા પણ તાજેતરના ઘટનાક્રમ બાદ ડીલ માટે તૈયાર થઈ ગયું છે.
આ ઉપરાંત ટ્રમ્પે ગ્રીનલૅન્ડ મુદ્દે પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ગ્રીનલૅન્ડ એક સુંદર પ્રદેશ છે અને તેઓ ત્યાંના લોકોનું સન્માન કરે છે, પરંતુ તેની સુરક્ષા માત્ર અમેરિકા જ કરી શકે છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકા એ ગ્રીનલૅન્ડને બચાવ્યું હતું અને આજે પણ અમેરિકાની સુરક્ષા માટે ગ્રીનલૅન્ડ મહત્વપૂર્ણ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે અમેરિકા પાસે વિશ્વની સૌથી મોટી સૈન્ય શક્તિ છે, જોકે તેઓ તેનો ઉપયોગ કરવા માંગતા નથી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel