ઑસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર થયેલા ભયાનક આતંકવાદી હુમલા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક અને ભાવસભર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. યહૂદી હનુક્કાહ પર્વ દરમિયાન ઇસ્લામી આતંકવાદીઓ દ્વારા કરાયેલા અંધાધૂંધ ગોળીબારમાં 15 નિર્દોષ લોકોનાં મોત થતાં સમગ્ર વિશ્વમાં ચિંતા અને શોકની લાગણી ફેલાઈ છે. આ ઘટનાને લઈને વ્હાઇટ હાઉસ ખાતે હનુક્કાહ નિમિત્તે યહૂદી અમેરિકનોનું સ્વાગત કરતા ટ્રમ્પે વિશ્વના તમામ દેશોને કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદ સામે એકજૂટ થવાની અપીલ કરી હતી.
#WATCH | Washington, DC | US President Donald Trump says, "Let me take a moment to send the love and prayers to the people of Australia, especially those affected by the horrific and anti-sematic terrorist attack that took place on a Hanukkah celebration in Sydney… All nations… pic.twitter.com/NdnY7E3oly
— ANI (@ANI) December 17, 2025
ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું કે તેઓ સિડનીમાં હનુક્કાહ ઉજવણી દરમિયાન થયેલા આ ભયાનક અને યહૂદીવિરોધી આતંકી હુમલાથી પ્રભાવિત તમામ લોકોને પોતાની સંવેદના, પ્રેમ અને પ્રાર્થનાઓ પાઠવી રહ્યા છે. તેમણે આ ઘટનાને ‘અત્યંત દુઃખદ અને ખરાબ ઘટના’ ગણાવી હતી. ટ્રમ્પે ગોળીબાર દરમિયાન એક આતંકીને પકડીને રોકનાર નાગરિકની હિંમત અને બહાદુરીની ખાસ પ્રશંસા કરી અને જણાવ્યું કે ઑસ્ટ્રેલિયા અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ મજબૂત છે. તેમણે ઉમેર્યું કે તેમણે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બેનેઝને પણ પોતાની સહાનુભૂતિ અને શુભેચ્છાઓ પાઠવી છે.
આ દરમિયાન ઑસ્ટ્રેલિયાની ફેડરલ પોલીસ કમિશનર ક્રિસી બેરેટે આ હુમલો પ્રતિબંધિત આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટથી પ્રેરિત હોવાનું જણાવ્યું હતું, જેને ટ્રમ્પે પણ પોતાના નિવેદનમાં ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે રેડિકલ ઇસ્લામિક આતંકવાદ એક વૈશ્વિક ખતરો છે અને તેની દુષ્ટ શક્તિઓ સામે લડવા માટે તમામ દેશોએ ભેદભાવ ભૂલીને એકસાથે ઉભા રહેવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ પ્રકારના હુમલાઓ અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ અને એકતા અત્યંત જરૂરી છે, જેથી ભવિષ્યમાં નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel