Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 32°C

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલથી ગુજરાત પ્રવાસે, આપશે કરોડો રુપિયાના વિકાસકામોની ભેટ.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલથી ગુજરાત પ્રવાસે, આપશે કરોડો રુપિયાના વિકાસકામોની ભેટ.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) આવતીકાલથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યના લોકાર્પણ, ખાતમુહૂર્ત ઉપરાંત અનેક કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહના પ્રવાસ દરમિયાન અંદાજીત 500 કરોડના વિકાસકાર્યોની ભેટ મળશે.

અમિત શાહના ગુજરાત પ્રવાસની (Amit Shah Gujarat visit) શરૂઆત સવારે 11:30 વાગે દ્વારકાથી એટલે કે ભગવાન દ્વારકાધીશના દર્શનથી થશે. દ્વારકામાં તેઓ નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલીસિંગ કચેરીનું ખાતમુહૂર્ત કરશે.

બાદમાં તેઓ ગાંધીનગરમાં પોતાના સંસદીય મત વિસ્તારમાં એક નવી પહેલ શરૂ કરશે. આ પહેલમાં તેઓ બોરીજ ખાતે પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદ બાળકોને રમકડાનું વિતરણ કરશે. 20 મેના રોજ અમિત શાહના હસ્તે સાંજે 6 વાગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. રાત્રે 8 વાગે તેઓ ગાંધીનગરમાં આયોજિત પ્રીમિયર લીગમાં ઉપસ્થિત રહેશે.

21મે એ અમિત શાહના પ્રવાસના બીજા દિવસે અમદાવાદના ચાંદખેડામાં લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. 12:45 વાગે તેઓ ચાંદખેડામાં GSRTCની નવી 320 બસોનું લોકાર્પણ કરશે. બપોરે 1:15 વાગ્યે તેઓ ભાટ ખાતે અમુલફેડ ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહના હસ્તે ડેરીની અત્યાધુનિક ઓર્ગેનિક ટેસ્ટિંગ લેબોરેટરીનું લોકાર્પણ થશે.

બપોરે 2:30 વાગ્યે તેઓ શાહીબાગ ખાતે મોદી સમાજના રાષ્ટ્રીય મહાસંમેલનમાં હાજરી આપશે. અમિત શાહ સાંજે 5:15 વાગ્યે નારણપુરામાં AMC દ્વારા નિર્મિત જિમ્નેશિયમ અને લાઈબ્રેરીનું લોકાર્પણ કરશે. સાંજે 5:40 વાગે છારોડી ખાતે નિર્માણ પામેલા તળાવનું લોકાર્પણ અને 6 વાગે AMC ના અન્ય પ્રોજેક્ટ્સનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. અમિત શાહની હાજરીમાં જ અમદાવાદના 2500 જેટલા આવાસ માટે ડ્રો યોજાશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.