Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતામાં વધારો.

રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતામાં વધારો.

ગુજરાતમાં ભર ઉનાળાની ગરમી વચ્ચે ફરી એક વખત કમોસમી વરસાદનું સંકટ ઘેરાયુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી બે દિવસ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર 27 અને 28 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જો કે શુક્રવારે ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છ ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીથી મળશે રાહત, આણંદ જિલ્લા સહિત બે જિલ્લામાં ગરમીનું તાપમાન 40 ડિગ્રી રહેશે.

આગાહી મુજબ આજ રોજ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદ સહિતના શહેરોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે 28 એપ્રિલે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદને પગલે ફરી એક વખત મોટા પાયે પાકને નુકસાન થઇ શકે છે. જેના કારણે ગુજરાતના ખેડૂતોની ચિંતા વધી છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.