click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત લોકભવન ખાતે ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત લોકભવન ખાતે ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી
Gujarat

ગુજરાત લોકભવન ખાતે ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એવી વિચારધારા છે કે નેતાઓ શાસક નહીં પણ સેવક બનીને જનતાની વચ્ચે રહે. આ જ ભાવના સાથે તેમણે અંગ્રેજોના સમયથી ચાલી આવતા 'રાજભવન'ને 'લોકભવન'માં રૂપાંતરિત કર્યા છે.

Last updated: 2026/01/24 at 5:59 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર લોકભવન ખાતે ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમ રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ અવસરે રાજ્યપાલે તમામ રાજ્યોના નાગરિકોને સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કાર્યક્રમ દરમિયાન પ્રસ્તુત થયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને અહીં વસતા વિવિધ રાજ્યોના નાગરિકોએ રજૂ કરેલી કલાત્મક કૃતિઓ ભારતની એકતા અને વૈવિધ્યતાનું ઉત્તમ પ્રતિબિંબ છે.

રાજ્યપાલે ભારતીય સંસ્કૃતિના મૂળ સિદ્ધાંતો ‘વસુધૈવ કુટુંબકમ’ અને ‘સર્વે ભવન્તુ સુખિનઃ’નો ઉલ્લેખ કરીને કહ્યું કે ભારત હંમેશા સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવનાથી પ્રેરિત રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ કાર્યક્રમ માત્ર સાંસ્કૃતિક ઉજવણી પૂરતો સીમિત નથી, પરંતુ એક શક્તિશાળી સંદેશ આપે છે કે રાષ્ટ્રીય એકતા જ દેશની સૌથી મોટી તાકાત છે.

રાજ્યપાલે પોતાના સંબોધનમાં છેલ્લા ૧૧ વર્ષમાં દેશમાં થયેલા વ્યાપક વિકાસની ચર્ચા કરતા કહ્યું કે માળખાગત સુવિધાઓમાં ક્રાંતિકારી બદલાવ આવ્યો છે. વંદે ભારત જેવી આધુનિક ટ્રેનો અને રેલ્વે સ્ટેશનોના નવીનીકરણથી ભારતની નવી ઓળખ ઊભી થઈ છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા આઠ વર્ષમાં ૨૫ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, જે ભારતના આર્થિક અને સામાજિક ઉત્થાનનું સ્પષ્ટ ઉદાહરણ છે. રાજ્યપાલે સૌને દેશી ઉત્પાદનો અપનાવવાની, ભારતીય કૌશલ્યને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાની અને ‘આત્મનિર્ભર ભારત’ તથા ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા સહયોગી બનવાની અપીલ કરી હતી.

આ પ્રસંગે ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી એ. કે. શર્માએ ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચેના વિકાસાત્મક સંબંધો તથા પ્રધાનમંત્રીના વિઝન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં અસમ અને મણિપુર રાજ્યના રાજ્યપાલોના વીડિયો સંદેશો રજૂ કરવામાં આવ્યા હતા. વિવિધ રાજ્યોના સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા રાજ્યપાલનું સન્માન કરવામાં આવ્યું હતું. “એક ભારત શ્રેષ્ઠ ભારત”ની ભાવનાને જીવંત કરતી મનમોહક સાંસ્કૃતિક રજૂઆતો પણ કાર્યક્રમનું આકર્ષણ રહી.

આ ઉજવણીમાં બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહા, લોકભવનના અગ્ર સચિવ અશોક શર્મા, વડોદરાના અધિક મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ ધીરેન્દ્રસિંહ રાજપૂત, ગુજરાત હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશ રવિ ત્રિપાઠી, વિવિધ રાજ્યોના અગ્રણીઓ, વરિષ્ઠ અધિકારીઓ, સુરક્ષાદળોના પ્રતિનિધિઓ તેમજ ગુજરાતને પોતાનું ઘર બનાવીને રહેતા વિવિધ રાજ્યોના નાગરિકોની વિશાળ હાજરી નોંધપાત્ર રહી હતી.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ભરૂચ જામા મસ્જિદ મામલે આંદોલન તેજ 35 હજાર હસ્તાક્ષરો સાથે સંતો મહંતોની જિલ્લા તંત્રને રજૂઆત

ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ-AAP વચ્ચે ક્રેડિટ વોર! આંદોલન પહેલાં જ બંને પક્ષોમાં ઘર્ષણ, નેતાઓએ એકબીજા પર કર્યા પ્રહારો

બ્રિટનમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા બંધ! 2027થી લાગુ થશે નવો કાયદો

શિક્ષકો પરની ટિપ્પણી બાદ કૃષિ મંત્રી રમેશ કટારાએ માફી માંગી, વિવાદ વચ્ચે શબ્દો પાછા ખેંચ્યા

વાવ – થરાદ પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને થરાદના લુણાવા ખાતેથી પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરાયો

TAGGED: @india, Assam, Bapunagar, Breaking news, CM Gujarat, gujarat, gujarat cm, Gujarat Lok Bhawan, india news, latest news, MANIPUR, Meghalaya, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, topnews, topnewschannelinindia, Tripura, uttar pradesh, અસમ, અસમ રાજ્ય, અસમ સરકાર, ઉત્તર પ્રદેશ, ગાંધીનગર લોકભવન, ગુજરાત લોકભવન, ત્રિપુરા, બાપુનગર, ભારત, ભારતીય સંસ્કૃતિ, મણિપુર, મેઘાલય, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, વસુધૈવ કુટુંબકમ, સર્વે ભવન્તુ સુખિનઃ, સ્થાપના દિવસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 24, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રામચરિત માનસમાં સનાતન સાર રૂપ દર્શન રહેલું છે – મોરારિબાપુ
Next Article શશી થરૂરનું મોટું નિવેદન : ઓપરેશન સિંદૂર સિવાય કોઈ પણ મુદ્દે કોંગ્રેસ સાથે મતભેદ નથી, માફી નહીં માંગુ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ભરૂચ જામા મસ્જિદ મામલે આંદોલન તેજ 35 હજાર હસ્તાક્ષરો સાથે સંતો મહંતોની જિલ્લા તંત્રને રજૂઆત
Bharuch Gujarat જૂન 15, 2026
ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ-AAP વચ્ચે ક્રેડિટ વોર! આંદોલન પહેલાં જ બંને પક્ષોમાં ઘર્ષણ, નેતાઓએ એકબીજા પર કર્યા પ્રહારો
Gujarat જૂન 15, 2026
બ્રિટનમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા બંધ! 2027થી લાગુ થશે નવો કાયદો
Gujarat જૂન 15, 2026
શિક્ષકો પરની ટિપ્પણી બાદ કૃષિ મંત્રી રમેશ કટારાએ માફી માંગી, વિવાદ વચ્ચે શબ્દો પાછા ખેંચ્યા
Gujarat Panchmahal જૂન 15, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?