રાજધાની દિલ્હીમાં અહિંસા વિશ્વ ભારતી દ્વારા રામકથાનો ભાવિકોને લાભ મળી રહ્યો છે. વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ ચિંતન રજૂ કરતાં રામચરિત માનસમાં સનાતન સાર રૂપ દર્શન રહેલું છે તેમ જણાવ્યું.
લોકેશ મુની સનાતનીના નેતૃત્વ સાથે અહિંસા વિશ્વ ભારતી સંસ્થા રાષ્ટ્રની રાજધાની દિલ્હીમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ સનાતન ધર્મ’ લાભ મળી રહ્યો છે, જેમાં આજે આઠમાં દિવસે કથા પ્રસંગ વર્ણન સાથે રામચરિત માનસ એ સનાતન ગ્રંથ હોવાનું જણાવાયું.
દિલ્લીના ગૌરવરૂપ ભારત મંડપમ્ સ્થાનમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ રામચરિત માનસમાં સનાતન સાર રૂપ દર્શન રહેલું છે, તેમ જણાવી વેદ એ જ સનાતન છે, પણ સનાતન ધર્મનો આખરી ગ્રંથ રામચરિત માનસ ગણાવેલ. સનાતન સંદર્ભે વિવિધ ઉલ્લેખો અને વ્યાખ્યાઓ સાથે સંસ્કૃતિનું મૂલ્યવાન ચિંતન પ્રસ્તુત થયું.
રામકથામાં પ્રારંભે આચાર્ય લોકેશ મુનીજી સનાતનીએ પ્રાસંગિક ઉદ્બોધન વડે મોરારિબાપુ પ્રત્યે સન્માન ભાવ વ્યક્ત કરી સનાતન મહિમા જણાવેલ.
રામકથામાં રાષ્ટ્રના અગ્રણી ધર્માચાર્યો, કથાકારો, અગ્રણી મહાનુભાવો દ્વારા વિશેષ સનાતન ધર્મ ચિંતન રજૂ થયેલ.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel