આસામના પહાડી જિલ્લાઓ કાર્બી આંગલોંગ અને પશ્ચિમ કાર્બી આંગલોંગમાં દબાણ ખાલી કરાવવાના મુદ્દે ફરી એકવાર ગંભીર તણાવ સર્જાયો છે. અશાંત કાર્બી આંગલોંગ જિલ્લામાં વિરોધમાં ઊતરેલા બે જૂથો સામસામે આવી જતા સ્થિતિ બેકાબૂ બની ગઈ અને હિંસક અથડામણો ફાટી નીકળી. આ ઘટનામાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે, જ્યારે 38 પોલીસ કર્મીઓ સહિત કુલ 45 લોકો ઘાયલ થયા છે. હિંસા વધતી જોઈ આસામ સરકારે સુરક્ષાના કારણોસર બંને જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ તાત્કાલિક રીતે સ્થગિત કરી દીધી છે, જેથી અફવાઓ અને ખોટી માહિતી ફેલાતી અટકાવી શકાય.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પરિસ્થિતિ પર સતત નજર રાખી હોવાની વાત કરી છે. તેમણે જણાવ્યું કે પશ્ચિમ કાર્બી આંગલોંગમાં થયેલી હિંસા અત્યંત દુઃખદ છે અને શાંતિ જાળવવા માટે ખેરાની વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર પરિસ્થિતિ સામાન્ય બનાવવા અને સંવાદ દ્વારા વિવાદનો ઉકેલ લાવવા તમામ સંબંધિત પક્ષો સાથે સંપર્કમાં છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને સરકાર તરફથી તમામ શક્ય સહાય આપવાની ખાતરી આપી છે.
#WATCH | Assam: Violence erupts in Karbi Anglong district. The state government temporarily suspended internet services in Karbi Anglong and West Karbi Anglong districts.
Assam DGP Harmeet Singh says, "The government is talking to them, and a date has been set. They have burnt… https://t.co/ZK8FNageyC pic.twitter.com/eR8e1NJC7V
— ANI (@ANI) December 23, 2025
ઘટના ત્યારે શરૂ થઈ હતી જ્યારે દબાણ ખાલી કરાવવાની કાર્યવાહીનું સમર્થન કરતા અને તેનો વિરોધ કરતા બે જૂથો સામસામે આવી ગયા. શરૂઆતમાં થયેલો વિવાદ જલદી જ પથ્થરમાર અને શારીરિક હિંસામાં ફેરવાઈ ગયો. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો તેમજ આંસુ ગેસના શેલ છોડીને ગુસ્સે ભરાયેલા ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.
હિંસા બાદ શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે રાજ્યના ગૃહ અને રાજકીય વિભાગે તાત્કાલિક અસરથી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. સત્તાવાર આદેશમાં જણાવાયું છે કે સોશિયલ મીડિયા દ્વારા અસામાજિક તત્વો પરિસ્થિતિને વધુ ભડકાવી શકે છે, તેથી જાહેર હિતમાં આ પગલું લેવામાં આવ્યું છે. આ ઇન્ટરનેટ સસ્પેન્શનનો આદેશ આગામી સૂચના સુધી અમલમાં રહેશે.
આ વિવાદનું મુખ્ય કારણ કાર્બી આંગલોંગમાં ગેરકાયદેસર કબજાઓ દૂર કરવા માટે ચાલી રહેલી દબાણ ખાલી કરાવવાની ઝુંબેશ છે. આ મુદ્દે સ્થાનિક સંગઠનો અને બહારના કેટલાક જૂથો વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો હતો, જે મંગળવારે હિંસક અથડામણોમાં પરિણમ્યો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel