પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ બની છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી એ તૃણમૂલ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.
ભારતના પ્રખ્યાત ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ હવે ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા છે. તેઓ અગાઉ તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા.
પેસ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ અને ભાજપ નેતા સુકાંત મજુમદાર ની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. હવે તેઓ આવનારી ચૂંટણીમાં ભાજપ માટે સક્રિય પ્રચાર કરશે.
“મારા જીવનનો સૌથી મોટો દિવસ” – લિએન્ડર પેસ
ભાજપમાં જોડાયા બાદ લિએન્ડર પેસએ જણાવ્યું કે આ તેમના જીવનનો એક મહત્વપૂર્ણ ક્ષણ છે.
તેમણે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને નીતિન નવીનનો આભાર માન્યો હતો.
પેસે કહ્યું કે ભાજપનું સભ્યપદ માત્ર એક સ્લિપ નથી, પરંતુ દેશ અને યુવાનોની સેવા કરવાની મોટી તક છે. તેમણે પોતાના પરિવારનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે અત્યાર સુધી તેમણે પરિવારનું ગૌરવ વધાર્યું છે, પરંતુ હવે દેશ માટે કામ કરવાની તક મળી છે.
#WATCH | दिल्ली: पूर्व टेनिस खिलाड़ी लिएंडर पेस केंद्रीय मंत्री किरण रिजिजू और सुकांता मजूमदार की मौजूदगी में भाजपा में शामिल हुए। pic.twitter.com/4QHqP4VlAy
— ANI_HindiNews (@AHindinews) March 31, 2026
મમતા બેનર્જી માટે રાજકીય ઝટકો
લિએન્ડર પેસનું ભાજપમાં જોડાવું મમતા બેનર્જી માટે મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે.
અહેવાલ મુજબ, પેસે 24 માર્ચે કોલકાતામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી, જેના બાદ તેમની પાર્ટીમાં એન્ટ્રી માટે રણનીતિ તૈયાર થઈ હતી.
જો કે, આ મામલે હજી સુધી મમતા બેનર્જીની કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
ખેલ અને યુવાનો પર ભાર
પેસે પોતાના નિવેદનમાં રમતગમત ક્ષેત્રમાં સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે “ખેલો ઇન્ડિયા” પહેલ અને ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો.
તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ રમતગમત અને યુવાનો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
પેસે ઉમેર્યું કે આવનારા સમયમાં ભારત માટે ઓલિમ્પિક્સ જેવી વૈશ્વિક સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરવાની મોટી તક છે.
પશ્ચિમ બંગાળ ચૂંટણીની તારીખો
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાશે:
- પ્રથમ તબક્કો – 23 એપ્રિલ
- બીજો તબક્કો – 29 એપ્રિલ
કુલ 294 બેઠકો માટે મતદાન થશે અને પરિણામ 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. રાજકીય પક્ષોએ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel