જેમ જેમ આધુનિકતા વધી રહી છે તેમ તેમ સંબંધોના અર્થ અને સ્વરૂપમાં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આજની ડેટિંગ સંસ્કૃતિમાં અનેક નવા શબ્દો અને ટ્રેન્ડ્સ પ્રવેશી ગયા છે. કોઈ ડેટ કર્યા બાદ અચાનક સંપર્ક તોડી દે તો તેને ‘ઘોસ્ટિંગ’ કહેવામાં આવે છે, ફક્ત લાગણી માટે કોઈ સ્પષ્ટ પ્રતિબદ્ધતા વગર સાથે રહેવું ‘સિચ્યુએશનશીપ’ કહેવાય છે. આવી જ એક ચર્ચિત સંકલ્પના છે ‘શુગર ડેટિંગ’, જેમાં ‘શુગર ડેડી’ શબ્દ વપરાય છે. આજના સમયમાં ઘણી યુવાન યુવતીઓ શુગર ડેડી તરફ આકર્ષિત થતી જોવા મળે છે.
શુગર ડેટિંગ એવો સંબંધ છે જેમાં બે વ્યક્તિઓ પરસ્પરની જરૂરિયાતો પૂરી કરવા માટે સાથે હોય છે. આ સંબંધ સંપૂર્ણ રીતે મ્યુચ્યુઅલ બેનિફિટ પર આધારિત હોય છે, જેમાં બંને પક્ષોને કોઈને કોઈ રીતે ફાયદો થતો રહે છે. ‘શુગર ડેડી’ એવા પુરુષને કહેવાય છે જે ઉંમરમાં મોટો, સામાન્ય રીતે ધનવાન હોય છે અને પોતાની ઉંમરથી ઘણી નાની યુવતીને ડેટ કરે છે. આ યુવતીને ‘શુગર બેબી’ કહેવામાં આવે છે. આવા સંબંધોમાં મોટાભાગે પુરુષ નાણાકીય રીતે મજબૂત હોય છે અને તે યુવતીના શોખ, જરૂરિયાતો, લક્ઝરી લાઇફસ્ટાઇલ અને અન્ય ખર્ચો સહેજે પૂરો કરે છે.
ઘણી યુવતીઓ માટે શુગર ડેડી એવો સાથી હોય છે જે તેમની દરેક વાત સાંભળે, તેમની ઈચ્છાઓ પૂરી કરે, પૂરતું ધ્યાન આપે અને સાથે આર્થિક સુરક્ષા પણ આપે. યુવતીઓને એવું લાગે છે કે આવા સંબંધમાં તેમને ઓછું સંઘર્ષ કરવું પડે છે અને વધુ આરામદાયક જીવન મળે છે. બીજી તરફ, શુગર ડેડી પોતાની ફિઝિકલ અથવા ઇમોશનલ જરૂરિયાતો પૂરી કરે છે. ઘણી વખત એકલતા, જીવનસાથી સાથે સંતોષ ન હોવો અથવા લાગણીસભર જોડાણની ખોટ પણ પુરુષોને આવા સંબંધ તરફ દોરી જાય છે.
કેટલાક કિસ્સાઓમાં આ સંબંધ માત્ર પૈસા કે જરૂરિયાત પૂરતો સીમિત ન રહીને સાચા ઇમોશનલ કનેક્શનમાં પણ બદલાઈ જાય છે, જ્યાં બંને વ્યક્તિઓ એકબીજાની નજીક આવી જાય છે. જોકે, કારણ કંઈ પણ હોય, સમાજમાં આવા સંબંધોને આજે પણ શંકાની નજરે જોવામાં આવે છે અને મોટા ભાગે તેને સ્વીકાર્ય માનવામાં આવતા નથી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel