Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 25°C

કોણ છે આ શીતલ દેવી, જેની મહેનત જોઈ આનંદ મહિન્દ્રાએ ભેટમાં આપી કાર

કોણ છે આ શીતલ દેવી, જેની મહેનત જોઈ આનંદ મહિન્દ્રાએ ભેટમાં આપી કાર

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતે આપેલા વચન મુજબ, પેરા-આર્ચર શીતલ દેવીને ભારતની શ્રેષ્ઠ SUV મહિન્દ્રા સ્કોર્પિયો N ભેટમાં આપી. આનંદ મહિન્દ્રા શીતલ દેવીની હિંમત અને પ્રતિભાની ખૂબ પ્રશંસા કરે છે. શીતલ દેવી જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના લોઈધર ગામની એક પ્રતિભાશાળી પેરા-આર્ચર છે. ફોકોમેલિયા નામની દુર્લભ બિમારીના કારણે તેમના બંને હાથ જન્મથી જ વિકસિત થઈ શક્યા ન હતા. આમ છતાં, તેમણે પેરિસ પેરાલિમ્પિક્સ 2024 માં તેમના ઉત્તમ પ્રદર્શનને કારણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમણે પગનો ઉપયોગ કરીને તીરંદાજીમાં નિપુણતા મેળવી છે. તેઓ પોતાના પગથી ધનુષ પકડે છે અને ખભા અને દાંતની મદદથી તીર ચલાવે છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.