રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તેની મજબૂત આવક અને સ્થિતિને પગલે આ વર્ષે રેકોર્ડ ડિવિડન્ડ જારી કરી શકે છે. જે કેન્દ્ર સરકારની તિજોરીમાં જમા ખજાનામાં રૂ. 1 લાખ કરોડનો વધારો થશે.
ગતસપ્તાહે આરબીઆઈએ જાહેરાત કરી હતી કે, ટ્રેઝરી બીલ્સ મારફત સરકારના દેવામાં રૂ. 60 હજાર કરોડનો ઘટાડો થયો છે. વધુમાં આરબીઆઈ આગામી ઓપરેશનની સફળતાની ખાતરી કરતાં અમુક માપદંડો અમલમાં મુકી રહી છે. જેમાં સરકાર રૂ.60000નું બાકી દેવુ ચૂકવવાની યોજના બનાવી રહી છે. બંને પગલાં સરકારના ફંડ્સમાં વધારો કરશે. જે કેન્દ્ર સરકારની નાણાકીય સ્થિતિમાં સુધારો કરી વિકાસ કાર્યો માટે વધુ ફંડ ઉપલબ્ધ કરાવશે.












