આજરોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઉમરવાવ દૂર ગામે અગ્નિ વીર હિન્દુ સંગઠન દ્વારા યોજાયેલા શુદ્ધિકરણ મહાયજ્ઞમાં ૧૦૦ જેટલા પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડી ને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી હતી. આદિવાસી વિસ્તારોમાં ધર્મ પરિવર્તન ની વટાળ પ્રવૃત્તિઓ મોટા પ્રમાણમાં ચાલે છે ત્યારે અગ્નિ વીર હિન્દુ સંગઠન દ્વારા આદિવાસી વિસ્તારોમાં જઈને લોકોને જાગૃત કરી ફરી ઘર વાપસી કરવામાં આવી રહી છે.
આજ રોજ જે ઘર વાપસી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ શુદ્ધિકરણ મહાયજ્ઞ અગ્નિ વીર હિંદુ સંગઠન ધર્મ જાગરણ અભિયાન દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અને અગ્નિ વીર વિવિધ નામક સંસ્થા જે આ ધર્મ શુદ્ધિકરણ અને ઘર વાપસી નું કામ કરે છે એવા વાશી શર્મા, મહેન્દ્રસિંહ રાજપુરોહિત અને અશ્વિનભાઈ ગામીત હાજર રહ્યાં હતાં. તાપી જિલ્લાના અધ્યક્ષ પરેશભાઈ ગાયકવાડ અગ્નિ વીર હિંદુ સંગઠન ધર્મ જાગરણ મંચ ગુજરાત તમામ લોકો હાજર રહી આ વિસ્તારમાં જે ખ્રિસ્તી માંથી હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટેનું એક અભિયાન ચલાવે છે.
આજ રોજ ડોલવણ તાલુકાના ઉમરવાવ દૂર ગામ ખાતે આવેલ મલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં અગ્નિ વીર હિન્દુ સંગઠન દ્વારા એક શુદ્ધિકરણ મહાયજ્ઞ નો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તાપી જિલ્લાના ૧૦૦ જેટલા આદિવાસી પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડીને પોતાના હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી હતી. આમ જોવા જઈએ તો તાપી જિલ્લો મોટા ભાગે આદિવાસી બહુલ છે. અહીં મિશનરીઓ દ્વારા ભોળા આદિવાસીઓ ને ધાક-ધમકી અથવા તો લાલચ આપીને ખ્રિસ્તી બનાવવાનો રીતસરનો ધંધો ચાલી રહ્યો છે. ત્યારે આવા આદિવાસી પરિવારો જે ભૂતકાળમાં આવી ધાક-ધમકી અને લોભ – લાલચ માં આવીને ખ્રિસ્તી બન્યા હતા, તેમને હિન્દૂ-અગ્નિ વીર સંગઠને આ ૧૦૦ પરિવારોને પોતાના મૂળભૂત હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરાવી હતી.
ભૂતકાળમાં ખ્રિસ્તી ધર્મમાં જે પરિવારો એ ધર્માંતરણ કરેલું હતું એ પરિવારના લોકોએ જણાવ્યું હતું કે તેઓ કોઈ પણ જાતના દબાણ વગર સ્વયંભૂ પોતાના હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરી રહ્યા છે. સાથે જ તેઓએ કહ્યું હતું કે હવેથી તેઓ હિન્દૂ ધર્મનું સંપૂર્ણ-પાલન પણ કરશે તેઓએ આગળ જણાવ્યું હતું કે પોતાનો મૂળ ધર્મ છોડીને તેઓ બીજા ધર્મમાં ગયા હતા તે તેઓની મોટી ભૂલ હતી. ફરી તેઓ હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરવા માંગતા હોવાથી હિન્દૂ અગ્નિ વીર સંગઠન દ્વારા ઉમરવાવ દૂર ગામે આવેલ મહાદેવ મંદિરના પટાંગણમાં સંતોની ઉપસ્થિત માં શુદ્ધિકરણ મહાયજ્ઞ યોજીને તેમને શ્રીફળ આપીને ગંગાજળથી પવિત્ર કરીને હનુમાન ચાલીસા આપીને હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરાવી હતી.
અગ્નિ વીર હિન્દુ સંગઠન દ્વારા અત્યાર સુધીમાં ૯૦૦૦ થી વધુ પરિવારોને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરાવવામાં આવી છે.