આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણમાં સુધારા દ્વારા માપવામાં આવતા માર્ચ 2021માં પૂરા થયેલા 5 વર્ષમાં 13.5 કરોડ લોગો ગરીબીમાંથી બહાર નીકળી ગયા છે, જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશમાં ગરીબીમાં સૌથી ઝડપી ઘટાડો થયો છે. નીતિ આયોગના એક રિપોર્ટમાં આજે આ વાત કહેવામાં આવી છે. રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક (MPI)ની બીજી આવૃત્તિના રિપોર્ટ મુજબ, બહુપરીમાણીય ગરીબીનો આંકડો 2015-16માં 24.85 ટકાથી ઘટીને 2019-2021માં 9.89 ટકાથી 14.96 ટકા થયો છે.
#NITIAayog released “National #MultidimensionalPovertyIndex: A Progress Review 2023” based on NFHS-5. The report states India’s headcount ratio of multidimensional poverty has ⬇️ from 24.85% in 2015-16 to 14.96% in 2019-21.#MPI # PovertyReduction pic.twitter.com/8IoD8wppg1
— NITI Aayog (@NITIAayog) July 17, 2023
ગ્રામીણ વિસ્તારોમાં ગરીબીમાં સૌથી ઝડપી
ગરીબીમાં સૌથી ઝડપી ઘટાડો ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળ્યો હતો અને આ દર 32.59 ટકાથી ઘટીને 19.28 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં ગરીબીનો દર 8.65 ટકાથી ઘટીને 5.27 ટકાએ પહોંચ્યો છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી દ્વારા બહાર પાડવામાં આવેલા ‘નેશનલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ – પ્રોગ્રેસ રિવ્યુ 2023’ અહેવાલમાં જણાવાયું છે કે, 2015-16 અને 2019-21 વચ્ચે રેકોર્ડ 13.5 કરોડ લોકો બહુપરિમાણીય ગરીબીમાંથી બહાર આવ્યા છે.
આ રાજ્યોમાં સૌથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા
નીતિ આયોગના અહેવાલમાં જણાવાયું છે કે, બહુઆયામી ગરીબોના પ્રમાણમાં સૌથી ઝડપી ઘટાડો ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઓડિશા અને રાજસ્થાનમાં થયો છે. 2015-16 અને 2019-21 દરમિયાન બહુપરિમાણીય ગરીબી સૂચકાંક 0.117થી ઘટીને લગભગ અડધું એટલે કે 0.066 પર પહોંચી ગયું અને ગરીબી રેખાનો દર 47 ટકાથી ઘટીને 44 ટકા પર પહોંચી ગયો…