વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરી, 2026ના રોજ ભારતના સંરક્ષણ ક્ષેત્રની મજબૂતી, સૈન્ય આધુનિકીકરણ અને ભવિષ્યના રોડમેપ અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે દેશની સુરક્ષા દળોને વધુ સશક્ત અને આધુનિક બનાવવું સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રિય બજેટમાં સંરક્ષણ ખર્ચમાં 15%નો વધારો કરવામાં આવ્યો છે, જે ભારતની વધતી સૈન્ય જરૂરિયાતો અને બદલાતી વૈશ્વિક સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો મહત્વપૂર્ણ નિર્ણય છે.
સંરક્ષણ બજેટ 7.85 લાખ કરોડ સુધી પહોંચ્યું
સરકાર દ્વારા સંરક્ષણ બજેટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 6.81 લાખ કરોડ રૂપિયા રહેલું બજેટ હવે વધીને 7.85 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ વધારો સેનાના આધુનિકીકરણ, નવી ટેક્નોલોજી આધારિત હથિયારોની ખરીદી, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ અને સ્વદેશી સંરક્ષણ ક્ષમતાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
‘ઓપરેશન સિંદૂર’ની સફળતા અને સૈન્ય ક્ષમતાનો ઉલ્લેખ
પાકિસ્તાન સાથેના યુદ્ધના જોખમ અને ‘ઓપરેશન સિંદૂર’ અંગે વાત કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે આ ઓપરેશનમાં ભારતીય સશસ્ત્ર દળોએ અદ્ભુત સાહસ અને સમર્પણ દર્શાવ્યું છે, જેના પર સમગ્ર દેશને ગર્વ છે. તેમના અનુસાર, આ સફળતા છેલ્લા દાયકામાં સંરક્ષણ ક્ષેત્રે થયેલા માળખાગત સુધારાઓ, ટેકનોલોજીકલ અપગ્રેડેશન અને વ્યૂહાત્મક તૈયારીઓનું પરિણામ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત હવે કોઈપણ પડકારનો સામનો કરવા સંપૂર્ણ રીતે સજ્જ છે.
બજેટ 2026 દેશના વિકાસ માટે વિઝન
બજેટ 2026 અંગે બોલતા વડાપ્રધાને કહ્યું કે આ માત્ર આંકડાઓનો દસ્તાવેજ નથી પરંતુ દેશના વિકાસનું સ્પષ્ટ વિઝન છે. ‘યહી સમય હૈ, સહી સમય હૈ’ના નારાને યાદ કરતા તેમણે જણાવ્યું કે દેશમાં નવો આત્મવિશ્વાસ ઊભો થયો છે, જે રાષ્ટ્રીય સંકલ્પમાં પરિવર્તિત થયો છે. ભારત આજે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાં સ્થાન ધરાવે છે.
યુવા શક્તિ અને આર્થિક સ્થિરતા પર ભાર
વડાપ્રધાને ભારતના યુવા ધનની પ્રશંસા કરતા જણાવ્યું કે વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારત વિકાસનું મજબૂત ઉદાહરણ બની રહ્યું છે. અંતરિક્ષ, રમતગમત અને સ્ટાર્ટઅપ જેવા ક્ષેત્રોમાં ભારતીય યુવાનો વિશ્વસ્તરે નામના મેળવી રહ્યા છે. ઓછા ફુગાવા દર અને મજબૂત આર્થિક સ્થિરતા સાથે સરકાર યુવાનોને નવી તક અને ઊંચાઈઓ તરફ આગળ વધારવા પ્રતિબદ્ધ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel