click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પઠાણકોટમાંથી 15 વર્ષીય સગીરની ધરપકડ, પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પઠાણકોટમાંથી 15 વર્ષીય સગીરની ધરપકડ, પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો
Gujarat

પઠાણકોટમાંથી 15 વર્ષીય સગીરની ધરપકડ, પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો

પંજાબના પઠાણકોટમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી (ISI) માટે જાસૂસી કરવાના આરોપમાં 15 વર્ષના એક સગીરની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓમાં ચિંતા જન્માવી છે કારણ કે દુશ્મન દેશ હવે સગીરોને પોતાના જાળમાં ફસાવી રહ્યો છે.

Last updated: 2026/01/06 at 3:16 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

પંજાબના પઠાણકોટમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપમાં 15 વર્ષના એક સગીરની ધરપકડ થતાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓમાં ગંભીર ચિંતા ફેલાઈ છે. આ ઘટનાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે હવે દુશ્મન દેશ ભારતના બાળકો અને કિશોરોને પણ પોતાના જાળમાં ફસાવી રહ્યો છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, પઠાણકોટમાંથી સંજીવ કુમાર નામના આ સગીરને ઝડપી લેવામાં આવ્યો છે, જે મૂળ જમ્મુના સાંબા જિલ્લાનો રહેવાસી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ કિશોર છેલ્લા લગભગ એક વર્ષથી પાકિસ્તાનના ISI હેન્ડલર્સ તેમજ આતંકી સંગઠનો સાથે સતત સંપર્કમાં હતો.

પોલીસ મુજબ, સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાની એજન્ટોએ આ સગીરને નિશાન બનાવ્યો હતો. સંજીવ માનસિક રીતે અત્યંત નબળો હતો, કારણ કે તેના પિતાનું લગભગ દોઢ વર્ષ પહેલાં વિદેશમાં અવસાન થયું હતું. આ ઘટનાના કારણે તે ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો અને અભ્યાસ પણ છોડી દીધો હતો. વધુમાં, તેને એવું ભ્રમ હતું કે તેના પિતાની હત્યા કરવામાં આવી છે, જો કે આ અંગે કોઈ પુરાવા મળ્યા નથી. આ ભાવનાત્મક અને માનસિક નબળાઈનો લાભ લઈને પાકિસ્તાની હેન્ડલર્સે તેને પોતાના જાળમાં ફસાવ્યો હતો. આરોપ છે કે સગીરે પોતાના મોબાઈલ ફોન દ્વારા જમ્મુ-કાશ્મીર અને પઠાણકોટ વિસ્તારમાં આવેલા અનેક સંવેદનશીલ સ્થળોના ફોટા અને વિડિયો ISI સુધી મોકલ્યા હતા, જે રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માહિતી હતી. પોલીસને તેના ફોનમાંથી પાકિસ્તાની નંબર, ચેટ્સ અને સંવેદનશીલ ડિજિટલ કન્ટેન્ટ પણ મળ્યું છે.

#BREAKING: Pakistan ISI’s new game of using underage children in India for espionage. Pathankot Police in Punjab have arrested a 15-year-old boy for sending critical and sensitive information related to India to ISI handlers based in Pakistan for the past one year. pic.twitter.com/fzCuYYO9xY

— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 5, 2026

પઠાણકોટના એસએસપી દલજિંદર સિંઘ ઢિલ્લોએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ સગીર માત્ર ISI હેન્ડલર્સ જ નહીં, પરંતુ પાકિસ્તાની આર્મીના અધિકારીઓ અને આતંકી મોડ્યુલ ચલાવતા ગેંગસ્ટરો સાથે પણ સીધા સંપર્કમાં હતો. તેના મોબાઈલમાં સેનાના લોકેશન અને સુરક્ષા સંબંધિત ફોટા તથા વિડિયો મળ્યા છે. આ મામલે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી નાબાલિગ હોવાથી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અનુસાર તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ તેના મોબાઈલની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે, જેમાંથી વધુ સંવેદનશીલ માહિતી અને સંપર્કોની વિગતો બહાર આવવાની શક્યતા છે.

પોલીસને આશંકા છે કે ISI હવે બાળકો અને કિશોરોને ટાર્ગેટ કરી રહી છે, કારણ કે તેમના પર ઝડપથી શંકા જતી નથી અને તેમને ભાવનાત્મક રીતે સરળતાથી મેનિપ્યુલેટ કરી શકાય છે. આ ઘટનાને પગલે સમગ્ર પંજાબમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તમામ પોલીસ સ્ટેશનોને આવા શંકાસ્પદ કેસો પર ખાસ નજર રાખવા સૂચના આપવામાં આવી છે.

આ વચ્ચે હરિયાણામાં પણ જાસૂસીનો એક વધુ કેસ સામે આવ્યો છે. અંબાલામાં વાયુસેનાની જાસૂસી કરવાના આરોપમાં એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી છે. DSP (ક્રાઇમ) વીરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે આરોપી સુનિલ ઉર્ફે સની 2020થી એક વાયુસેના સ્ટેશન પર રિનોવેશનનું કામ કરતો કોન્ટ્રાકટર હતો. પોલીસને માહિતી મળી હતી કે તે વાયુસેનાથી જોડાયેલી સંવેદનશીલ જાણકારી પાકિસ્તાન સુધી પહોંચાડી રહ્યો છે. તપાસ દરમિયાન તેનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાંથી મહત્વપૂર્ણ ડેટા મળ્યો હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસ મુજબ, સુનિલ એક મહિલાના સંપર્કમાં હતો, જે તેની પાસેથી આ માહિતી માગતી હતી. હાલ આરોપીને ચાર દિવસની રિમાન્ડ પર લેવામાં આવ્યો છે અને સમગ્ર મામલે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, CM Gujarat, gujarati news, Haryana, ISI, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pakistan, Pathankot, pm modi, Politics, punjab, social media, topnewschannelinindia, અંબાલા, એસએસપી દલજિંદર સિંઘ ઢિલ્લો, પંજાબ, પંજાબ પોલીસ, પંજાબ-હરિયાણા, પઠાણકોટ, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI, પાકિસ્તાની હેન્ડલર્સે, વાયુસેનાની જાસૂસી, સોશિયલ મીડિયા, હરિયાણા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 6, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અગ્નિવીરો નહીં કરી શકે લગ્ન! નિયમમાં કર્યો મોટો ફેરફાર
Next Article ધાર્મિક તણાવથી નેપાળમાં કરફ્યુ, ભારત સાથેની સરહદ બંધ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?