નેપાળમાં ભારતીય સરહદ નજીક ધાર્મિક વિવાદ બાદ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે અને સમગ્ર વિસ્તાર ભારે તણાવની ઝપટમાં આવ્યો છે. બીરગંજ શહેરમાં એક ધાર્મિક સ્થળ પર તોડફોડ અને પવિત્ર ગ્રંથ સળગાવવાની ઘટના સામે આવ્યા બાદ ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સ્થિતિ વધુ વણસી ગઈ અને હિંસા ફાટી નીકળી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે નેપાળ સરકારે બીરગંજ શહેરમાં સંપૂર્ણ કરફ્યુનો આદેશ આપ્યો છે. સાથે જ હાઈ એલર્ટ જાહેર કરી ભારત-નેપાળ સરહદને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. ખાસ કરીને રકસૌલ બોર્ડર અને મૈત્રી પૂલ સહિત સરહદના તમામ માર્ગો પર અવર-જવર બંધ કરી દેવામાં આવી છે અને માત્ર આવશ્યક સેવાઓને જ છૂટ આપવામાં આવી છે. સરહદ પર સીમા સુરક્ષા દળો સાથે ડોગ સ્ક્વોડની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે જેથી કોઈ અણધારી ઘટના ન બને.
नेपाल के बीरगंज में सांप्रदायिक तनाव, पथराव के बाद कर्फ्यू लागू
नेपाल के सीमावर्ती शहर बीरगंज में रविवार से शुरू हुई हिंसक घटनाओं के बाद प्रशासन ने सुबह 8 बजे तक कर्फ्यू लगा दिया है।
धनुषा जिले के कमला नगरपालिका में एक मस्जिद में तोड़फोड़ की घटना के विरोध में शुरू हुए प्रदर्शन… pic.twitter.com/OBpCnhc1yL
— One India News (@oneindianewscom) January 6, 2026
બીરગંજ ઉપરાંત નેપાળના પર્સા અને ધનુષા જિલ્લામાં પણ પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે. ઉગ્ર અને હિંસક દેખાવો શાંત કરવા પોલીસે આંસુ ગેસનો પ્રયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં કેટલાક પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના પ્રાથમિક અહેવાલ પણ સામે આવ્યા છે. ધનુષા જિલ્લાના કમલા નગરપાલિકા વિસ્તારમાં ધાર્મિક સ્થળ પર તોડફોડની માહિતી મળતા જ વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા, જેના કારણે તંત્ર વધુ સતર્ક બન્યું છે. સ્થાનિક પ્રશાસને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતા લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
આ તણાવની અસર સરહદી વિસ્તારોમાં કામ કરતા ભારતીય કામદારો પર પણ પડી છે. બીરગંજ અને આસપાસના વિસ્તારોમાં બજારો અને દુકાનો બંધ રહેતા અનેક ભારતીય કામદારો સ્વદેશ પરત ફરવા લાગ્યા છે. તેમનું કહેવું છે કે હાલ પરિસ્થિતિ અનુકૂળ ન હોવાથી અહીં રોકાવાનો કોઈ લાભ નથી અને સ્થિતિ સામાન્ય બન્યા બાદ જ તેઓ પાછા ફરશે.
પ્રશાસન મુજબ, થોડા દિવસ પહેલાં ધાર્મિક સ્થળ પર થયેલી તોડફોડ અને ધાર્મિક ગ્રંથ સળગાવવાની ઘટનાથી આ સમગ્ર સાંપ્રદાયિક તણાવની શરૂઆત થઈ હતી. એક જૂથના વિરોધ પ્રદર્શન વચ્ચે અન્ય જૂથ તરફથી ધાર્મિક ટિપ્પણીઓ કરવામાં આવી હોવાના આરોપો પણ લાગ્યા, જેના કારણે વાતાવરણ વધુ ઉગ્ર બન્યું. હાલ કરફ્યુ અને કડક સુરક્ષા વ્યવસ્થા મારફતે નેપાળનું પ્રશાસન પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યું છે અને સરહદ વિસ્તારમાં સતત નજર રાખવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel