18 વર્ષના શતરંજ ખેલાડી આર. પ્રગનનંદાએ તાતા સ્ટીલ માસ્ટર્સના મુકાબલામાં વર્લ્ડ ચેમ્પિયન ચીનના ડિંગ લિરેનને હરાવ્યા હતા. પ્રગનનંદાએ લિરેનને 62 ચાલમાં માત આપી હતી. આ સાથે જ તેઓ 5 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલા વિશ્વનાથન આનંદને પાછળ છોડીને ભારતના નંબર-1 ગ્રાન્ડમાસ્ટર બની ગયા છે.
2718.8 રેટિંગની સાથે દેશના ટોચના રેન્ક વાળા શતરંજ ખેલાડી બન્યા. આનંદનો સ્કોર 2.748 છે.
વર્લ્ડ ચેમ્પિયનને હરાવનાર બીજા ભારતીય બન્યા આનંદ સિવયા ક્લાસિકલ શતરંજમાં અત્યારના વર્લ્ડ ચેમ્પિયનને હરાવનાર બીજા ભારતીય બન્યા. પ્રગનનંદા ગત વર્ષે પણ ડિંગને હરાવી ચૂક્યા છે. જો કે, ત્યારે ડિંગ વર્લ્ડ નંબર 2 ગ્રાન્ડ માસ્ટર હતા.
10 વર્ષની ઉંમરમાં જઇન્ટરનેશનલ માસ્ટરબની ગયા હતા- પ્રગનનંદા 8 વર્ષની ઉંમરમાં જ યુએઈમાં પોતાની પહેલી ઇન્ટરનેશનલ ટ્રોફી જીતી હતી. વર્ષ 2016માં ઇન્ટરનેશનલ માસ્ટરનો ખિતાબ હાંસલ કર્યો. તે સમયે ઉમર 10 વર્ષ 19 દિવસ હતી.