Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 23°C

20 વર્ષીય કાર્લોસ અલ્કારાઝ બન્યો વિમ્બલ્ડન ચેમ્પિયન, 7 વખત ટાઈટલ જીતનાર નોવાક જોકોવિચને હરાવ્યો

20 વર્ષીય કાર્લોસ અલ્કારાઝ બન્યો વિમ્બલ્ડન ચેમ્પિયન, 7 વખત ટાઈટલ જીતનાર નોવાક જોકોવિચને હરાવ્યો

છેલ્લા 3 અઠવાડિયાથી યુકેમાં ચાલી રહેલી વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં રોમાંચક મેચો જોવા મળી રહી હતી. જેમાં ગઈકાલે ફાઈનલ યોજાયો હતો. ફાઈનલની આ મેચ કાર્લોસ અલ્કારાઝ અને નોવાક જોકોવિચ વચ્ચે રમાઈ હતી. મેન્સ સિંગલ્સનું ટાઈટલ જીતવા માટે બંને ખેલાડીઓ વચ્ચે જંગ જોવા મળી હતી. વિમ્બલ્ડન ચેમ્પિયનશીપમાં છેલ્લા 4 વર્ષથી નોવાક જોકોવિચ આ ટાઈટલ જીતી રહ્યો હતો. પરંતુ આ વખતે 20 વર્ષીય યુવા ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝએ તેની પાસેથી આ ટાઈટલ છીનવી લીધું હતું.

કાર્લોસ અલ્કારાઝનું આ પહેલુ વિલ્બલ્ડન ટાઈટલ

કાર્લોસ અલ્કારાઝનું આ પહેલુ વિલ્બલ્ડન ટાઈટલ છે. તેના કરિયરનું આ બીજુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. અગાઉ કાર્લોસ અલ્કારાઝ ફ્રેન્ચ ઓપનમાં જોકોવિચને હરાવવામાં નિષ્ફળ રહ્યો હતો. ફાઈનલ મેચના પહેલા સેટમાં જોકોવિચ 6-1થી જીત મેળવી હતી. બીજા સેટમાં કાર્લોસ અલ્કારાઝે શાનદાર વાપસી કરીને 6-1થી જ જોકોવિચને હરાવ્યો. ત્રીજા સેટમાં બંને ખેલાડીઓ વચ્ચે ભારે ટક્કર જોવા મળી, પણ ત્રીજા સેટમાં જોકોવિચની 6-3થી જીત થઈ. ચોથા સેટમાં ફરી યુવા ખેલાડી કાર્લોસ અલ્કારાઝે અંતિમ સેટમાં 6-4થી હરાવીને ફાઈનલ મેચમાં જીતીને વિમ્બલ્ડન ટાઈટલ જીત્યું હતું.

 

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.