ભારત માટે ગર્વની વાત એ છે કે કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટીવ બોર્ડે વર્ષ 2030ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન શહેર તરીકે અમદાવાદના નામની ભલામણ કરી છે, જે ભારતને આંતરરાષ્ટ્રીય રમત જગતમાં ઐતિહાસિક સ્થાન અપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. હાલના તબક્કે અમદાવાદ એકમાત્ર શહેર છે, જેની ભલામણ સત્તાવાર રીતે કરવામાં આવી છે, એટલે કે હવે તેની પુષ્ટિ માટે માત્ર ઔપચારિક મંજૂરીની પ્રક્રિયા બાકી છે. આ અંતિમ નિર્ણય 26 નવેમ્બરે સ્કોટલૅન્ડના ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે, જ્યાં સભ્ય દેશો દ્વારા એક્ઝિક્યુટીવ બોર્ડની ભલામણને મંજૂરી આપવામાં આવશે.
આ નિર્ણય સાથે ભારતને 20 વર્ષ બાદ ફરી કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તક મળી રહી છે. અગાઉ 2010માં નવી દિલ્હીએ આ પ્રતિષ્ઠિત ગેમ્સનું આયોજન કર્યું હતું, જેને બાદમાં ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રમતગમત ક્ષેત્રમાં મોટો ફેરફાર લાવ્યો હતો. હવે 2030માં જ્યારે કોમનવેલ્થ ગેમ્સની શતાબ્દી (100મી વર્ષગાંઠ) ઉજવાશે, ત્યારે તેની યજમાની માટે ભારતનું સૌથી આધુનિક અને વૈશ્વિક સ્તરે વિકસિત શહેર ગણાતું અમદાવાદ પસંદ થવું દેશ માટે વિશેષ ગૌરવની બાબત છે.
A day of immense joy and pride for India.
Heartiest congratulations to every citizen of India on Commonwealth Association's approval of India's bid to host the Commonwealth Games 2030 in Ahmedabad. It is a grand endorsement of PM Shri @narendramodi Ji's relentless efforts to…
— Amit Shah (@AmitShah) October 15, 2025
કોમનવેલ્થ સ્પોર્ટ્સ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, “અમારા એક્ઝિક્યુટીવ બોર્ડે 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે પ્રસ્તાવિત યજમાન શહેર તરીકે અમદાવાદ, ભારતની ભલામણ કરી છે.” આ સાથે તેઓએ ઉમેર્યું કે હવે આ ભલામણને આખા સભ્યસમૂહની મંજૂરી માટે જનરલ એસેમ્બલીમાં રજૂ કરવામાં આવશે. આ જાહેરાત સાથે નાઈજીરિયાની રાજધાની અબુજા, જે પહેલાથી દાવેદાર શહેર તરીકે સામેલ હતી, તેને ભાવિ ગેમ્સ (2034 કે ત્યારબાદ) માટે ધ્યાનમાં રાખવામાં આવશે અને તેને સહયોગ આપવા માટે વિકાસાત્મક વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે.
આ નિર્ણય પછી ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને કહ્યું કે આજનો દિવસ ભારત માટે ગર્વનો દિવસ છે. તેમણે જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતને વૈશ્વિક સ્પોર્ટ્સ મેપ પર સ્થાપિત કરવા માટે કરાયેલા સતત પ્રયાસોનું આ મોટું પરિણામ છે. તેમણે કોમનવેલ્થ સ્પોર્ટ્સ દ્વારા જાહેર કરેલી સત્તાવાર યાદી પણ શૅર કરી, જેમાં સ્પષ્ટ લખેલું છે કે એક્ઝિક્યુટીવ બોર્ડે 2030ના કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન તરીકે “અમદાવાદ, ભારત”ની ભલામણ મંજૂર કરી છે.
કોમનવેલ્થ ગેમ્સનું પહેલું આયોજન 1930માં કેનેડાના હૅમિલ્ટનમાં થયું હતું, અને 2030માં તેની 100મી વર્ષગાંઠ હશે. આ ઐતિહાસિક પ્રસંગે યજમાન તરીકે ભારતની પસંદગી થવી એ માત્ર દેશની રમતગમત ક્ષમતાની માન્યતા જ નહીં, પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના “સ્પોર્ટ્સ હબ ગુજરાત” બનાવવાના વિઝન તરફનું એક મોટું પગલું ગણાય છે.
આ રીતે, 26 નવેમ્બર, 2025ના રોજ ગ્લાસગોમાં મંજૂરી મળતા જ અમદાવાદ સત્તાવાર રીતે 2030ની કોમનવેલ્થ ગેમ્સનું યજમાન શહેર બની જશે, જે ભારતના ખેલકૂદ ઇતિહાસમાં એક નવો ગૌરવપ્રસંગ ઉમેરશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel