ભારતની યુવા ઓફ સ્પિનર શ્રેયંકા પાટિલ હાલ મહિલા કેરેબિયન પ્રીમિયર લીગમાં એમેઝોન વોરીયર્સ તરફથી રમી રહી છે. શ્રેયંકા CPLમાં રમનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. તેણે અત્યાર સુધી ભારત માટે ડેબ્યૂ પણ નથી કર્યું. તે પ્રથમ એવી ભારતીય મહિલા ખેલાડી છે જે ભારત માટે ડેબ્યૂ કર્યા વગર જ વિદેશી લીગમાં રમી રહી છે. હવે શ્રેયંકાએ CPLમાં પોતાની કરામતી બોલિંગથી ઈતિહાસ રચી દીધો છે.
Shreyanka Patil gets the big wicket of Hayley Matthews with a peach of a delivery! 👏#MassyWCPL #WCPL23 #GAWvBR #CricketPlayedLouder #BiggestPartyInSport #CPL23 #Topco pic.twitter.com/XE5sMXgbna
— CPL T20 (@CPL) September 3, 2023
WPLમાં શ્રેયંકા RCB તરફથી રમે છે
ગુયાના એમેઝોન વોરીયર્સ તરફથી રમતા 21 વર્ષીય શ્રેયંકાએ બાર્બાડોસ રોયલ્સ વિરુદ્ધ મહિલા પ્રીમિયર લીગ માં ઈતિહાસ રચ્યો હતો. તેણે CPLમાં પોતાની ચાર ઓવર દરમિયાન 8.50ની ઈકોનોમીથી બોલિંગ કરતા 34 રન આપીને 4 ખુબ જ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. તેણે બાર્બાડોસની કેપ્ટન હેલી મેથ્યુઝ, રશાદા વિલિયમ્સ, આલિયા અને ચેડીયન નેશનને પોતાની શિકાર બનાવી હતી. અ સાથે જ તે CPLની પ્રથમ એવી બોલર બની ગઈ છે જેણે 4 વિકેટ હોલ લીધી છે. તે ભારતમાં રમાયેલી WPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતી જોવા મળી હતી. તેણે 6 મેચોમાં 6 વિકેટ ઝડપી હતી.
બાર્બાડોસની ટીમે 3 વિકેટથી જીતી મેચ
શ્રેયંકાએ બાર્બાડોસ રોયલ્સ વિરુદ્ધ 4 વિકેટ ઝડપી ઈતિહાસ તો રચ્યો પણ તેની ટીમ તે મેચ જીતી શકી નહી. બાર્બાડોસની ટીમ આ મેચ ત્રણ વિકેટથી જીતી હતી.એમેઝોન વોરીયર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. GAWની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકશાને 146 રન બનાવ્યા હતા. એમેઝોન માટે સોફી ડિવાઈને સર્વાધિક 42 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા બાર્બાડોસની ટીમે 3 વિકેટથી મેચ જીતી લીધી હતી. બાર્બાડોસ તરફથી એરિન બર્ન્સે 53 રન બનાવ્યા હતા.