૨૨મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થશે.શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના ચંપતરાયે આ જાણકારી આપી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થશે. તેના માટે પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદીએ પણ તેને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમણે જણાવ્યું હતું કે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના હોદ્દેદારો તેમને મળવા આવ્યા હતા અને રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને તેમને અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેમનું સૌભાગ્ય છે કે તેઓ આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનશે.
પીએમ મોદીએ એક્સ પર જણાવ્યું હતું કે જય સિયારામ. આજનો દિવસ ભાવનાથી ભરેલો છે. હમણા જ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના હોદ્દેદાર મને નિવાસ્થાને મળવા આવ્યા હતા. તેમણે મને શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન પ્રસંગે મને અયોધ્યા આવવા નિમંત્રણ પાઠવ્યું છે. હું મારી જાતને આ માટે ધન્ય માનું છું. આ મારું સૌભાગ્ય છે કે મારા જીવનકાળમાં જ હું આ પ્રસંગનો સાક્ષી બનીશ.
પીએમ મોદી સાથે મુલાકાત પછી શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે જણાવ્યું હતું કે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટી પેજાવર મઠના પૂજ્ય સ્વામી મધ્વાચાર્ય, ટ્રસ્ટના કોષાધ્યક્ષ પુણેના રહેવાસી ગોવિંદદેવ ગિરીજી મહારાજ, રામજન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના વડા નૃપેન્દ્ર મિક્ષાની સાથે મહામંત્રી ચંપતરાય પીએમ મોદીને મળવા ગયા હતા.
તેમણે જણાવ્યું હતું કે અમે પીએમ મોદીને અયોધ્યામાં ૨૨મી જાન્યુઆરીના રોજ નવા બની રહેલા મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામના નવરચિત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તેમના કરકમળોથી કરવાનું નિવેદન કર્યુ હતું. આનંદની વાત એ છે કે તેમણે અમારી અરજનો સ્વીકાર કર્યો. તેઓ પ્રાણપ્રતિષ્ઠાના પ્રસંગે અયોધ્યાનમાં હાજર રહેશે. અયોધ્યામાં રામમંદિરના નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું કામ લગભગ પૂરુ થઈ ચૂક્યું છે.