ભારતીય મૂળના લોકો દ્વારા કયા પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે તે અંગે જાણકારી આપતા કો ઓર્ડિનેટર શ્રીનાથે કહ્યુ હતુ કે, પીએમ મોદીના સ્વાગતમાં 25 પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે. આ પૈકીના 15 કાર્યક્રમ સાંસ્કૃતિક ટીમો પરફોર્મ કરશે. આ તમામ કાર્યક્રમનુ આયોજન વોશિંગ્ટનમાં કરવામાં આવ્યુ છે.
કાર્યક્રમના આયોજકોનુ કહેવુ છે કે, અમે ભારતમાં દેશભક્તિના ગીતો સાંભળતા મોટા થયા હતા અને એ પછી અમેરિકા અમે આવ્યા તો આ અમારી કર્મભૂમિ બની ગઈ હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બંને દેશના કલ્ચરને દર્શાવવામાં આવશે. અમેરિકામાં હાલમાં આ કાર્યક્રમના રિહર્સલ પૂરજોશમાં ચાલી રહ્યા છે.
બીજી તરફ વ્હાઈટ હાઉસની બહાર પણ પીએમ મોદીના સ્વાગતની તૈયારીઓના ભાગરૂપે અમેરિકા તેમજ ભારતના ઝંડા લહેરાતા નજરે પડી રહ્યા છે.