Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

નડિયાદનુ ગૌરવ : પોર્ટુગલ ખાતે યોજાનાર અન્ડર-13 આંતરરાષ્ટ્રીય ફુટબોલ સ્પર્ધામાં નડિયાદના 3 બાળકોએ ભાગ લીધો

નડિયાદનુ ગૌરવ : પોર્ટુગલ ખાતે યોજાનાર અન્ડર-13 આંતરરાષ્ટ્રીય ફુટબોલ સ્પર્ધામાં નડિયાદના 3 બાળકોએ ભાગ લીધો

સાક્ષરભૂમિ નડિયાદ હવે રમતગમત ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે. તાજેતરમાં પોર્ટુગલ ખાતે યોજાનાર અન્ડર-13 આંતરરાષ્ટ્રીય ફુટબોલ સ્પર્ધામાં નડિયાદના 3 બાળકોએ ભાગ લીધો છે. જે ટીમના કોચ સહિત 9 સભ્યોની ટીમ પોર્ટુગલ જવા રવાના થઈ છે.

વડોદરા ફૂટબોલ એકેડમી દ્વારા પોર્ટુગલ ખાતે યોજાનાર અન્ડર 13 આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેવા માટે નવ સભ્યોની ટીમ રવાના થઈ છે.

આ ટીમમાં નડિયાદના ત્રણ બાળકો પસંદગી પામીને રાષ્ટ્રીય કક્ષાએ જિલ્લાનું નામ રોશન કરીને ગૌરવ વધાર્યું છે. ફૂટબોલની ટીમમાં જીયાન સોની, દક્ષ, વંશ, એમીલ, લક્ષ અને હિતાર્થનો સમાવેશ થાય છે. જેમાંથી 3 બાળકો નડિયાદના છે. આ ફૂટબોલ ટીમ સાથે કોચ તરીકે સંદીપભાઈ દેસાઈ તથા નીતુબેન જોડાયા છે. બાળકોના ભાવિ સફળતા માટે નગરજનો દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

 

રિપોર્ટ – યેશા શાહ (નડિયાદ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.