સ્વિટ્ઝર્લેન્ડના અત્યંત આલીશાન અને વિશ્વવિખ્યાત સ્કી રિસોર્ટ શહેર ક્રેન્સ-મોન્ટાનામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન એક બારમાં થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. રાત્રે અંદાજે 1:30 વાગ્યે થયેલા આ પ્રચંડ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 40 લોકોનાં મોત થયાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. નવા વર્ષના સ્વાગત માટે રિસોર્ટ શહેરમાં ભવ્ય પાર્ટીઓ ચાલી રહી હતી અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તેમજ વિદેશી પ્રવાસીઓ હાજર હતા, તે સમયે અચાનક બારમાં વિસ્ફોટ થતાં જ આખી ઇમારત આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ.
क्रांस-मॉन्टाना, स्विट्जरलैंड के लग्जरी स्की रिजॉर्ट में ले कॉन्स्टेलेशन बार में विस्फोट और आग से 40 लोगों की पुष्टि हुई मौत, सैकड़ों अन्य घायल।
कारण अभी अज्ञात है, लेकिन अधिकारियों ने हमले की संभावना को पूरी तरह खारिज कर दिया है।#CransMontana #LeConstellation… pic.twitter.com/dgOiipLxV9
— One India News (@oneindianewscom) January 1, 2026
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો અને જોતજોતામાં ચારે તરફ ચીસાચીસ, નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘણા લોકો આગ અને ધુમાડામાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી મેડિકલ સેવાઓની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ અને રાહત કામગીરી યુદ્ધસ્તરે હાથ ધરવામાં આવી છે અને ઘાયલોને નજીકની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સીલ કરી દીધો છે અને લોકોને દૂર રાખવામાં આવી રહ્યા છે.
દક્ષિણ-પશ્ચિમ સ્વિટ્ઝર્લેન્ડના વાલેસ કેન્ટન પોલીસના પ્રવક્તા ગાએતાન લાથિયોએ જણાવ્યું છે કે વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. ક્રેન્સ-મોન્ટાના સ્વિટ્ઝર્લેન્ડનું એક અત્યંત લોકપ્રિય અને વૈભવી હિલ સ્ટેશન ગણાય છે, જે તેના સ્કી રિસોર્ટ, અદભુત પ્રાકૃતિક દૃશ્યો અને હાઈ-પ્રોફાઈલ લાઈફસ્ટાઈલ માટે વિશ્વભરમાં જાણીતું છે. વેલેસ કેન્ટનમાં સ્થિત આ શહેર સમુદ્ર સપાટીથી આશરે 1,500 મીટરની ઊંચાઈ પર આવેલું છે, જ્યાંથી આલ્પ્સ પર્વતમાળાના મનમોહક દૃશ્યો જોવા મળે છે. આવી જાણીતી પ્રવાસન સ્થળ પર બનેલી આ દુર્ઘટનાએ સ્વિટ્ઝર્લેન્ડ સહિત સમગ્ર વિશ્વમાં શોક અને ચિંતા ફેલાવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel