click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ચૈતર વસાવા અને અનંત પટેલને ભાજપમાં સ્થાન નહીં, બંને પર હિન્દુ વિરોધી વલણનો આરોપ : સાંસદ ધવલ પટેલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ચૈતર વસાવા અને અનંત પટેલને ભાજપમાં સ્થાન નહીં, બંને પર હિન્દુ વિરોધી વલણનો આરોપ : સાંસદ ધવલ પટેલ
Gujarat

ચૈતર વસાવા અને અનંત પટેલને ભાજપમાં સ્થાન નહીં, બંને પર હિન્દુ વિરોધી વલણનો આરોપ : સાંસદ ધવલ પટેલ

ભાજપના સાંસદ ધવલ પટેલે ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતાં, તેમણે કહ્યું હતું કે, ભાજપમાં આવા હિન્દુ વિરોધી, ભારત વિરોધી અને આદિવાસી વિરોધી નેતાઓની જગ્યા નથી.

Last updated: 2026/01/01 at 6:07 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ભાજપના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસના વાંસદા ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભારે શબ્દોમાં આક્રમણ કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ બંને નેતાઓ માટે ભાજપના દરવાજા સંપૂર્ણ રીતે બંધ છે. ધવલ પટેલના જણાવ્યા મુજબ, અનંત પટેલે વાપીમાં જાહેર નિવેદન આપીને ભાજપ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પાડવાની વાત કરી હતી. જો કે તેમણે ઉમેર્યું કે ભાજપમાં કોઈ ભંગાણ શક્ય નથી, પરંતુ અનંત પટેલની પ્રવૃત્તિઓ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં ફૂટ પાડવાની રાજનીતિ કરી રહ્યા છે.

ધવલ પટેલે ચૈતર વસાવા પર પણ ગંભીર આરોપો મૂક્યા. તેમણે કહ્યું કે નાનાપૌઢામાં ચૈતર વસાવાએ કોંગ્રેસના લગભગ 400 કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સાથે વારંવાર કાર્યક્રમોમાં સાથે જોવા મળે છે. તેમ છતાં અનંત પટેલે એક પણ વખત ચૈતર વસાવા વિરુદ્ધ કોઈ નિવેદન આપ્યું નથી. આથી બંને વચ્ચે સાંઠગાંઠ હોવાનો સ્પષ્ટ સંકેત મળે છે. ધવલ પટેલે કહ્યું કે અનંત પટેલે ક્યારેય ચૈતર વસાવાને એ પણ પૂછ્યું નથી કે તેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓને કેમ તોડે છે, જેનાથી બંને વચ્ચેની રાજકીય સમજૂતી સાબિત થાય છે.

સાંસદ ધવલ પટેલે આગળ જણાવ્યું કે ભાજપમાં હિન્દુ વિરોધી, ભારત વિરોધી અને આદિવાસી વિરોધી નેતાઓ માટે કોઈ સ્થાન નથી. આ કારણે અનંત પટેલ અને ચૈતર વસાવા બંને માટે ભાજપના દરવાજા બંધ છે. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ 2027ની વિધાનસભા ચૂંટણીમાં સો ટકા હારશે અને હાલ જે રાજકીય હલચલ ચાલી રહી છે તે માત્ર પોતાની રાજનીતિ બચાવવા માટેનું નાટક છે.

ધવલ પટેલે વધુમાં કહ્યું કે આ બંને નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાવાની તૈયારીમાં છે અને તે માટે વિવિધ ગતકડાં કરી રહ્યા છે. તેઓ ક્યાંય પણ જાય, ભાજપને કોઈ ફરક પડતો નથી. આ નિવેદન તેમણે તેમની રાજનીતિને જનતા સામે ખુલ્લી પાડવા માટે આપ્યું હોવાનું પણ જણાવ્યું. તેમણે ભારપૂર્વક કહ્યું કે આદિવાસી સમાજને આ નેતાઓ સાથે કોઈ લેવાદેવા નથી અને આદિવાસી સમાજ ભાજપ સાથે મજબૂત રીતે જોડાયેલો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Aam Aadmi Party, AAP MLA Chaitar Vasava, AAPના ધારાસભ્ય ચૈતર વસાવા, Anant Patel, anti-hindu stance, BJP, Breaking news, Chaitar Vasava, CM Gujarat, Congress, gujarat, gujarati news, india news, latest news, localnewsingujarat, MP Dhaval Patel, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, topnews, topnewschannelinindia, Vapi, આદિવાસી વિરોધી, આદિવાસી સમાજ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ, ભારત વિરોધી, વાપી, વાંસદા ધારાસભ્ય અનંત પટેલ, સાંસદ ધવલ પટેલ, હિન્દુ વિરોધી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 1, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવક પર હુમલો, જીવતો સળગાવવાનો પ્રયાસ
Next Article સ્વિટ્ઝર્લેન્ડના બારમાં થયેલા બ્લાસ્ટથી 40નાં મોતની આશંકા, 100થી વધુને ઈજા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?