Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 23°C

નર્મદા જિલ્લામાં જલજીવન મિશન હેઠળ અંદાજે રૂા.૨૦૩ લાખના ખર્ચે ૯ ગામોના ૪૨૪ નળ જોડાણ અને ૬ આદિજાતિની શાળાના બાળકો માટેની પેયજળ યોજના મંજૂર

નર્મદા જિલ્લામાં જલજીવન મિશન હેઠળ અંદાજે રૂા.૨૦૩ લાખના ખર્ચે ૯ ગામોના ૪૨૪ નળ જોડાણ અને ૬ આદિજાતિની શાળાના બાળકો માટેની પેયજળ યોજના મંજૂર

જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની ઉપસ્થિતિમાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાયેલી બેઠક.

નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાયેલી બેઠકમાં નર્મદા જિલ્લાના ૯ ગામોના ૪૨૪ ઘરોના નળ જોડાણ અને રાજ્ય સરકાર હસ્તકની આદિજાતિ વિસ્તારના બાળકોના શિક્ષણ માટે કાર્યરત એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ તથા ગર્લ્સ લો લિટરસી રેસિડેન્સિયલ સ્કૂલ સહિત કુલ રૂા. ૨૦૩ લાખના પીવાના પાણીની પેયજળ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. તેમજ અગાઉના વર્ષમાંમંજૂર થયેલી જિલ્લાના ૧૧૩ ગામોની રૂપિયા ૫૪૫/- લાખની રિવાઇઝડ યોજનાને પણ બહાલી આપવામાં આવી હતી. મંજૂર થયેલી આ યોજનાઓ સમયમર્યાદામાં અને ઝડપથી પૂર્ણ થાય તે જોવા શ્રીમતી તેવતિયાએ સંબંધિત અમલીકરણ અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી તેવતિયા દ્વારા કેન્દ્ર સરકારના “જલ જીવન મીશન” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લાની મંજૂર થયેલી અને પ્રગતિ હેઠળની યોજનાઓની તેમજ જિલ્લાના નાગકિરોને પાણી વિતરણમાં કેવા પ્રકારની મુશ્કેલીઓ આવી રહી છે તેની પણ સમીક્ષા કરી હતી. બેઠકમાં ચર્ચા દરમિયાન જિલ્લાની પૂર્ણ થયેલી પેયજળ યોજના અને તેના ઓપરેટર સંદર્ભે જે તે ગામની પાણી સમિતિના અધ્યક્ષઓ-સરપંચઓ સાથે કાર્યક્રમ-સંવાદ યોજીને યોજનાની મરામત અને નિભાવણી માટે જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓએ સંકલનમાં રહી કામગીરી કરવા જણાવ્યું હતું.
જિલ્લામાં મંજૂર થયેલી ઉક્ત ગ્રામીણ પેયજળ યોજના અંતર્ગત જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાનું ગરૂડેશ્વર ગામ તેમજ નાંદોદ તાલુકાના ટંકારી, પાટી, મોટા ભમરી, નિકોલી, મોટા લીમટવાડા, જિયોરપાટી, અમરપરા જેવા ગામોનો ઉક્ત મંજુરીમાં સમાવેશ થાય છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીઅંકિત પન્નુ, પાણી પુરવઠા વિભાગ-ટેક્નિકલ સેલ-ગાંધીનગરના મુખ્ય ઈજનેર તેમજ નર્મદા જિલ્લાના મેન્ટર નિરવભાઈ સોલંકી, સમિતિના સભ્ય સચિવશ્રી અને વાસ્મોના કાર્યપાલક ઈજનેર વિનોદ પટેલ, જિલ્લા આયોજન અધિકારી એસ.એસ.પાંડે, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર બી.કે.રાઠવા, ડીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરશ્રી એચ.ટી.પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ, કરજણ સિંચાઈ યોજનાના ઈજનેરઓ વગેરે જેવા વિભાગોના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ/પ્રતિનિધિઓ સહિતના સમિતિના સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટ-શૈશવ રાવ રાજપીપળા 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.