49 વર્ષ પહેલા આજે 18 મે, વર્ષ 1974ના રોજ ભારતની ધરતી પર પહેલીવાર પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સિક્રેટ મિશનનું નામ સ્માઈલિંગ બુદ્ધા નામ આપવામાં આવ્યું હતું. રાજસ્થાનના પોખરણ ટેસ્ટ રેન્જમાં ન્યૂકિલ્યર ટેસ્ટે કરીને ભારત દેશે આખા વિશ્વને ચોંકાવી દીધો હતો.
ભારતના આ પહેલા ન્યૂક્લિયર ટેસ્ટ માટે 2 વૈજ્ઞાનિકો એ મહત્વની ભૂમિકા ભજવી હતી. ભાભા પરમાણુ અનુસંઘાન કેન્દ્રના તત્કાલીન નિદેશક ડો. રાજા રમન્ના અને ભૌતિક વૈજ્ઞાનિક પીકે અયંગરની દેખરેખમાં આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડો. રાજા રમન્ના પ્રોજેક્ટ હેડ હતા અને પીકે અયંગરે ડિઝાઈન તૈયાર કરી હતી.
જણાવી દઈએ કે આ પરીક્ષણ 18 મેના રોજ સવારે 8 કલાકે થવાનું હતું પણ આ પરમાણુ પરીક્ષણ સમયે જીપમાં ખરાબ થતા 5 મિનિટ મોડેથી પરીક્ષણ થયું હતું. ભારતનું પહેલું પરમાણુ પરીક્ષણ સવારે 8 કલાક 5 મિનિટે થયું હતું. વિસ્ફોટ પહેલા અંતિમ તપાસ માટે વૈજ્ઞાનિક વીરેન્દ્ર સેઠીને પરીક્ષણ સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. તે સમયે જીપ ખરાબ થઈ હતી અને પરીક્ષણમાં મોડું થયું હતું.
આ પ્રોજેક્ટ ખુબ જ ગુપ્ત રાખવામાં આવ્યો હતો. 75 વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની ટીમે 7 વર્ષ સુધી મહેનત કરીને આ પરીક્ષણ સફળ બનાવ્યું હતું. આ ટીમમાં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ પણ સામે થયા હતા. તેમણે વર્ષ 1998માં પોખરણ પરીક્ષણમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું.