દેશભરમાં અને રાજ્યમાં અલગ અલગ શહેરોમાં ટામેટા બાદ હવે ડુંગળી રડાવી રહી છે. ડુંગળીના ભાવમાં સતત વધારાને કારણે લોકોની મુશ્કેલી વધી છે. ડુંગળીના સરેરાશ ભાવમાં 57 ટકાનો વધારો થયો છે. છેલ્લા 20 દિવસમાં ડુંગળીના ભાવમાં 30થી 40 ટકા સુધીનો ભાવવધારો થયો છે. 20થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર મળતી ડુંગળી હવે 60થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પણ મળી રહી છે.
ડુંગળી આમ તો તીખી કહેવાય પરંતુ હાલ આ તીખી ડુંગળીનો સ્વાદ ફીટો પડી રહ્યો છે અને તેનું કારણ છે ડુંગળીમાં થયેલો ભાવ વધારો અને તે પણ બમણો ભાવ વધારો. જેના કારણે લોકોએ ડુંગળી ખરીદી પર કાપ મુક્યો છે. ભાવમાં વધારો નોંધાતા ગૃહિણીના બજેટ પર અને રસોડા પર સીધી અસર પડી છે.
છેલ્લા 20 દિવસમાં ડુંગળીના ભાવમાં 30થી 40 ટકા સુધીનો ભાવવધારો થયો છે. 20થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર મળતી ડુંગળી હવે 60થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પણ મળી રહી છે.
આ ભાવ વધારા પાછળ વેપારીઓના મતે ડુંગળી અને ટમેટા કે જે હાલ નાસિકથી આવી રહ્યા છે, તે વિદેશમાં મોકલવામાં આવતા હોવાના કારણે આવક ઘટી અને ભાવ વધારો નોંધાયો છે.
ડુંગળી હજી લોકોને રડાવે તે પહેલા સરકારે એક યોજના બનાવી છે. જે ડુંગળીના ભાવ ઘટાડવામાં મદદ કરશે. ડુંગળીના 47 પ્રતિ કિલો થયા બાદ, સરકારે છૂટક બજારોમાં રૂ. 25 પ્રતિ કિલોના રાહત દરે બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારે કહ્યું કે ઓગસ્ટથી બફર સ્ટોકમાંથી ડુંગળી આપી રહ્યા છીએ અને ભાવમાં વધુ વધારો અટકાવવા અને ગ્રાહકોને રાહત આપવા માટે અમે છૂટક વેચાણ વધારી રહ્યાં છીએ.