રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં આવેલા જલાલાબાદ શહેરની આસપાસ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી, જે શક્તિશાળી શ્રેણીમાં ગણાય છે. આ તીવ્ર ભૂકંપથી સમગ્ર પ્રદેશમાં ભારે વિનાશ સર્જાયો છે. અત્યાર સુધીની માહિતી મુજબ 250થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અફઘાનિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયના જણાવ્યા મુજબ, મોટાભાગના મૃત્યુ ગામડાં વિસ્તારોમાં થયા છે, જ્યાં નબળી બાંધકામવાળી ઘરો જમીનદોસ્ત થઈ ગયા હતા.
Breaking News 😞
In Afghanistan’s Kunar province, a powerful earthquake has caused widespread devastation. So far, at least 250 people have lost their lives and more than 500 have been injured across various districts.#Earthquake #Afghanistan #Kunar #PrayForAfghanistan 🤲 pic.twitter.com/SP5fUTErZx
— Samina Hafeez Malik (@SaminaHMalik) September 1, 2025
ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે તે માત્ર અફઘાનિસ્તાનમાં જ નહીં પરંતુ પાકિસ્તાનના અનેક શહેરો અને ભારતના દિલ્હી-એનસીઆર વિસ્તારમાં પણ સ્પષ્ટ રીતે અનુભવાયા. મધરાતે અચાનક ધરતી ધ્રુજતા લોકો પોતાના ઘરોમાંથી દોડીને બહાર નીકળી ગયા અને અનેક જગ્યાએ હાહાકાર મચી ગયો. દિલ્હી-એનસીઆરના રહેવાસીઓએ જણાવ્યું કે બિલ્ડિંગો ધ્રુજતા લોકોએ ગભરાઈને રસ્તાઓ પર આશરો લીધો.
افغانستان:
حالیہ زلزلے کے باعث افغانستان کے صوبے کونڑ میں بڑی تعداد میں لوگ شہید ہوگئے اور کثیر مقدار میں زخمی ۔
بعض ذرائع کے مطابق پورے گاؤں ملبے تلے دب گیا 💔😭
اَللّٰهُمَّ إِنِّيْ أَعُوْذُ بِعَظَمَتِكَ أَنْ أُغْتَالَ مِنْ تَحْتِيْ#Kunar #earthquake #Afghanistan pic.twitter.com/UVN8w5004z
— مومند Sana ullah (@ISullahMMD) August 31, 2025
USGSના જણાવ્યા મુજબ, ભૂકંપનું કેન્દ્ર જલાલાબાદથી આશરે 27 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, જમીનથી માત્ર 8 કિમીની ઊંડાઈએ હતું. shallow (ઓછા ઊંડાણવાળા) ભૂકંપ સામાન્ય રીતે વધુ વિનાશક સાબિત થાય છે કારણ કે તેનો પ્રભાવ ઝડપથી સપાટી પર પહોંચે છે. ભારતીય સમય મુજબ રાત્રે 12.47 વાગ્યે આ પહેલો આંચકો અનુભવાયો હતો. આશરે 20 મિનિટ બાદ બીજા ભૂકંપના ઝટકા પણ અનુભવાયા, જેની તીવ્રતા 4.5 માપવામાં આવી અને તેનું કેન્દ્ર 10 કિમી ઊંડાઈએ હતું. આ અનુઆંચકાઓને કારણે લોકોમાં વધુ ભયનો માહોલ ફેલાયો.
Initial reports: 250 dead and 500 injured in #kunar, Afghanistan !#Afghanistan #AfghanistanEarthquake #kunar #Nangarhar #EarthQuake pic.twitter.com/uXKahHuYD6
— Shehzad Qureshi (@ShehxadGulHasen) September 1, 2025
નાંગરહાર જાહેર આરોગ્ય વિભાગના પ્રવક્તા નકીબુલ્લાહ રહીમીએ જણાવ્યું કે ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલો અને તાત્કાલિક કેમ્પોમાં ખસેડવામાં આવી રહ્યા છે. અનેક વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી શરૂ થઈ છે, પરંતુ પહાડી અને દૂરનાં વિસ્તારોમાં પહોંચવામાં મુશ્કેલી આવી રહી છે. અફઘાનિસ્તાન પહેલેથી જ માનવીય સંકટનો સામનો કરી રહ્યું છે, અને આવી પ્રાકૃતિક આપત્તિએ ત્યાંની પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે.
AFGHANISTAN
🇦🇫 Same region was hit by floods over the weekend
The region struck by Sunday evening's quake was already reeling from flash floods over the weekend.
Floods swept the provinces of Nangarhar and #Kunar between Friday and Saturday, killing at least five people,… pic.twitter.com/8tqHLURpxc
— Abhay (@AstuteGaba) September 1, 2025
આ ભૂકંપે ફરી એક વાર બતાવી દીધું છે કે અફઘાનિસ્તાન અને તેના આસપાસનો વિસ્તાર ભૂકંપપ્રવણ ઝોનમાં આવેલો છે, જ્યાં વારંવાર આવા ઝટકાઓ અનુભવાતા રહે છે. હાલના પરિસ્થિતિમાં મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે અનેક લોકો હજુ અવશેષોમાં ફસાયેલા હોવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom