ધી મ લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા સંચાલિત સાયન્સ કોલેજ મોડાસાનો 64 માં વાર્ષિકોત્સવ ઉજવાયો હતો આ પ્રસંગે વિદ્યાર્થીઓની શિક્ષણ, રમતગમત સાંસ્કૃતિક બાબતોમાં યુનિવર્સિટી કક્ષા એ રાજ્યકક્ષાએ તથા રાષ્ટ્ર કક્ષાએ મેળવેલ સિદ્ધિઓને શ્રેષ્ઠી-દાતાઓ તરફથી સુવર્ણ મંડીત ચંદ્રક રોકડ પુરસ્કાર અને શીલ્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. કેળવણી મંડળના પ્રમુખ નવીનચંદ્ર મોદી અને ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ શાહે કોલેજની શૈક્ષણિક પ્રગતિને બિરદાવી હતી. કાર્યક્રમના ઉદ્ઘાટક પ્રો ડો શૈલેષ ઝાલા ભૂતપૂર્વકુલપતિ મહારાજા કૃષ્ણકુમાર યુનિવર્સિટી, ભાવનગર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને રાષ્ટ્રહિત સાથે અભ્યાસમાં પ્રગતિ કરવા જણાવ્યું હતું અને કોલેજની સિદ્ધિઓથી પ્રભાવિત થયા હતા કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભુપેન્દ્ર સિંહ ઝાલા CEO બી ઝેડ ગ્લોબલ ગ્રુપ હિંમતનગર પ્રેરક હાજરી આપી ઉદબોધનમાં સાફલ્ય ગાથા વર્ણવી હતી કોલેજના પ્રિ. ડો. કે પી પટેલે મહેમાનોને આવકારતા કોલેજની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો અને વિદ્યાર્થીઓને પ્રવર્તમાન ટેકનોલોજી અનુરૂપ શિક્ષણના સોપાનો સર કરવા શીખ આપી હતી વિધાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાટક પ્રાચીન અર્વાચીન નૃત્યો ગરબા રજૂ કર્યા હતાં. કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ અને હોદ્દેદાર શ્રીઓએ SRC તથા કોલેજ પરિવારને સફળ આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા.