Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026

બિહારની અંતિમ મતદાર યાદીમાંથી 65 લાખ નામ હટાવાયાં, હવે 7.42 કરોડ મતદારો

બિહારની અંતિમ મતદાર યાદીમાંથી 65 લાખ નામ હટાવાયાં, હવે 7.42 કરોડ મતદારો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘વોટચોરી’ના કથિત દાવાઓ વચ્ચે બિહારમાં ચૂંટણી પંચે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા (Special Intensive Revision – SIR) પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ પ્રક્રિયા 24 જૂન 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલી હતી, જેમાં મતદારોની ઓળખ, ચકાસણી અને સુધારણા પછી રાજ્ય માટે અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે. શરૂઆતમાં મતદાર યાદીમાં કુલ 7.89 કરોડ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ ચકાસણી પછી 65 લાખ નામો દૂર કરાયા. 1 ઑગસ્ટ 2025ની ડ્રાફ્ટ યાદી મુજબ 7.24 કરોડ મતદારો નોંધાયા હતા. ત્યારબાદ વધુ તપાસમાં 3.66 લાખ અયોગ્ય મતદારોને દૂર કરવામાં આવ્યા અને નવા 21.53 લાખ યોગ્ય મતદારોને ઉમેરવામાં આવ્યા. આ તમામ પ્રક્રિયા પછી 30 સપ્ટેમ્બર 2025ના રોજ બિહારની અંતિમ મતદાર યાદી જાહેર થઈ, જેમાં લગભગ 7.42 કરોડ મતદારોનો સમાવેશ થયો.

ચૂંટણી પંચે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પારદર્શકતા જાળવવા માટે ભૌતિક તેમજ ડિજિટલ યાદીઓ રાજકીય પક્ષો સાથે વહેંચી હતી અને કોઈ પણ સામાન્ય મતદાર પોતાના નામની ચકાસણી કરવા માટે https://voters.eci.gov.in પર જઈ શકે છે. આ વિશાળ અભિયાનમાં બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી, 38 જિલ્લાના ચૂંટણી અધિકારીઓ, 243 નોંધણી અધિકારીઓ, 2,976 સહાયક નોંધણી અધિકારીઓ, લગભગ 1 લાખ બૂથ લેવલ ઓફિસર્સ, લાખો સ્વયંસેવકો અને 12 મુખ્ય રાજકીય પક્ષોના 1.6 લાખ બૂથ લેવલ એજન્ટ્સે સક્રિય ભાગ લીધો હતો.

આ પ્રક્રિયામાં પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને ઓનલાઈન મીડિયાએ જાગૃતિ ફેલાવવા મહત્વની ભૂમિકા ભજવી, જ્યારે રાજકીય પક્ષો સાથે નિયમિત બેઠકો યોજીને બૂથ લેવલની યાદીઓમાં મૃત્યુ પામેલા, સ્થળાંતર કરનારા અથવા શોધી શકાયા ન હોય એવા મતદારોની વિગતો શેર કરવામાં આવી હતી. બંધારણના અનુચ્છેદ 326 હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે કોઈપણ યોગ્ય મતદાર યાદીમાંથી બહાર ન રહી જાય અને અયોગ્ય વ્યક્તિનો સમાવેશ ન થાય.

ચૂંટણી પંચે જણાવ્યું છે કે જો કોઈ યોગ્ય મતદારનું નામ યાદીમાં સામેલ ન થયું હોય, તો તે ચૂંટણી માટે નામાંકનની અંતિમ તારીખના દસ દિવસ પહેલાં સુધી અરજી કરી શકે છે. વધુમાં, જો કોઈ મતદાર નોંધણી અધિકારીના નિર્ણયથી અસંતોષ અનુભવે, તો તે પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ અને પછી મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ કરી શકે છે. અંતે, ચૂંટણી પંચે આ સફળતા માટે બિહારના તમામ મતદારો, અધિકારીઓ, રાજકીય પક્ષો અને મીડિયાનો આભાર માન્યો હતો અને જણાવ્યું કે આ પ્રક્રિયા લોકશાહી મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.