click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: હાઈફા મેયરનું નિવેદન: “ભારતીય સૈનિકોએ અપાવી સ્વતંત્રતા, ઇતિહાસનાં પુસ્તકોમાં ફેરફાર કરાશે”
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > હાઈફા મેયરનું નિવેદન: “ભારતીય સૈનિકોએ અપાવી સ્વતંત્રતા, ઇતિહાસનાં પુસ્તકોમાં ફેરફાર કરાશે”
Gujarat

હાઈફા મેયરનું નિવેદન: “ભારતીય સૈનિકોએ અપાવી સ્વતંત્રતા, ઇતિહાસનાં પુસ્તકોમાં ફેરફાર કરાશે”

બ્રિટિશકાળમાં ભારતીય યોદ્ધાઓ અંગ્રેજો તરફથી યુદ્ધ કરતા હતા, પણ શ્રેય હંમેશા બ્રિટિશ આર્મીને મળતું હતું. પરંતુ હવે ઇઝરાયેલના એક શહેર હાઈફાએ પોતાની સ્વતંત્રતામાં યોગદાન આપવા માટે ભારતીય સૈનિકોને સન્માન આપ્યું છે.

Last updated: 2025/10/01 at 11:31 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય સૈનિકોએ અનેક યુદ્ધોમાં અંગ્રેજોની તરફથી લડત આપી હતી, પરંતુ તેમની બહાદુરીનો શ્રેય ઘણી વખત માત્ર બ્રિટિશ આર્મીને જ મળતો રહ્યો. હવે ઇઝરાયેલના હાઈફા શહેરે આ ઐતિહાસિક ભૂલને સુધારીને ભારતીય સૈનિકોના બલિદાનને યોગ્ય માન આપવાનું નક્કી કર્યું છે. હાઈફામાં 29 સપ્ટેમ્બરનાં રોજ બલિદાન પામેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જ્યાં શહેરના મેયરે જાહેર કર્યું કે હવે હાઈફાની તમામ શાળાઓના ઇતિહાસનાં પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવશે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતું હતું કે શહેરને ઓટોમન શાસનમાંથી મુક્ત કરાવનાર અંગ્રેજો હતા, પરંતુ હકીકતમાં 1918માં ‘બેટલ ઑફ હાઈફા’માં ભારતીય ઘોડેસવારોએ જ આ શહેરને આઝાદ કરાવ્યું હતું. મેયર યોના યાહાવે પોતાના ભાષણમાં જણાવ્યું કે તેઓ બાળપણથી જ માનતા હતા કે શહેરની મુક્તિ બ્રિટિશોની છે, પરંતુ હિસ્ટોરિકલ સોસાયટીના સંશોધન બાદ સાચો ઇતિહાસ બહાર આવ્યો કે ભાલા અને તલવારોથી સજ્જ ભારતીય રેજિમેન્ટોએ આધુનિક તોપો અને મશીનગનોથી સજ્જ ઑટોમન સેનાને હરાવી હતી.

આ યુદ્ધ દરમિયાન મૈસૂર, હૈદરાબાદ અને જોધપુર લેન્સર્સની ઘોડેસવાર રેજિમેન્ટોએ માઉન્ટ કાર્મેલની ખીણોમાંથી આક્રમક હુમલો કર્યો હતો અને 15મી ઇમ્પિરિયલ સર્વિસ કેવલરી બ્રિગેડ હેઠળ ઑટોમન સેનાને હરાવીને હાઈફાને મુક્ત કરાવ્યું હતું. ઇતિહાસકારો આ લડતને ‘વિશ્વનું અંતિમ મહાન ઘોડેસવાર યુદ્ધ’ ગણાવે છે. ભારતીય સૈનિકોની બહાદુરી બદલ કેપ્ટન અમન સિંહ બહાદુર અને દફાદર જોર સિંહને ઈન્ડિયન ઓર્ડર ઑફ મેરિટથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે કેપ્ટન અનુપ સિંહ અને સેકન્ડ લેફ્ટનન્ટ સગત સિંહને મિલીટરી ક્રોસ એનાયત થયો હતો. મેજર દલપત સિંહ, જેમને “હાઈફાના હીરો” તરીકે ઓળખવામાં આવે છે, તેમને પણ તેમની શૌર્યકથાઓ માટે મિલીટરી ક્રોસથી નવાજવામાં આવ્યા હતા. આ લડાઈમાં જોધપુર લેન્સર્સના આઠ સૈનિકોએ વીરગતિ પામી હતી અને 34 ઘાયલ થયા હતા, પરંતુ તેમણે 700થી વધુ કેદીઓને પકડી લીધા, 17 ફિલ્ડ ગણ અને 11 મશીનગન કબજે કરી હતી.

ભારતીય સેના દર વર્ષે 23 સપ્ટેમ્બરનાં રોજ “હાઈફા દિવસ” તરીકે આ લડતને યાદ કરે છે, જેમાં બલિદાન આપનાર અને વિજય અપાવનાર ભારતીય રેજિમેન્ટોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. ભારતીય મિશન અને હાઈફા મ્યુનિસિપાલિટી પણ વાર્ષિક સમારોહ યોજીને આ ઐતિહાસિક ક્ષણને જીવંત રાખે છે. આજે હાઈફા, જેરૂસલેમ અને રામલા જેવા શહેરોમાં ભારતીય સૈનિકોના સ્મારકો ઉભા છે, જ્યાં તેમના શૌર્યને યાદ કરવામાં આવે છે. હાઈફા શહેરના આ નિર્ણય સાથે ભારતીય સૈનિકોની ભૂમિકા હવે આગામી પેઢીઓના ઇતિહાસ ગ્રંથોમાં અમર થઈ રહેશે, જે દર્શાવે છે કે આઝાદી માત્ર બ્રિટિશ શક્તિથી નહીં પરંતુ ભારતીય યોદ્ધાઓની બહાદુરીથી પ્રાપ્ત થઈ હતી.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, britain, british army, CM Gujarat, gujarat, haifa, Haifa Mayor, history books, independence, Indian Army news, Indian soldiers, internationalnews, isreal, isreal news, localnewsingujarat, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, topnews, topnewschannelinindia, અંગ્રેજો, ઇઝરાયેલ, ઇઝરાયેલી સેના, બ્રિટિશ આર્મી, બ્રિટિશકાળ, ભારતીય યોદ્ધાઓ, ભારતીય સૈનિકો, હાઈફા, હાઈફા મેયર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 1, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બિહારની અંતિમ મતદાર યાદીમાંથી 65 લાખ નામ હટાવાયાં, હવે 7.42 કરોડ મતદારો
Next Article આરબીઆઈએ અર્થતંત્રના વૃદ્ધિ અનુમાનમાં સુધારો કર્યો, હવે 6.5%ની જગ્યાએ 6.8% ગ્રોથની અપેક્ષા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?