અમદાવાદ-મુંબઇની વચ્ચે 508 કિ.મી લાંબો દેશનો હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. પ્રોજેક્ટની તમામ અડચણો દૂર થઇ ચૂકી છે. મહારાષ્ટ્રમાં પણ હવે 135 કિ.મીનો રૂટ બનાવવા માટે કોન્ટ્રાક્ટ સોંપાયો છે. ગુજરાતમાં જ્યાં 74 કિમીથી વધુ વાયડક્ટ બની ગયું છે અને 211 કિમી રૂટ પર પિલર ઊભા થઇ ચૂક્યા છે. હવે ફોકસ મુંબઇમાં બનનારી 7 કિમી લાંબી સી-ટનલ પર છે. તે સમુદ્રની નીચે બનનારી દેશની પહેલી રેલવે ટનલ હશે અને આગામી વર્ષે જુલાઇ સુધી તેનું કામ શરૂ થઇ જશે.
સમુદ્રની નીચે બનનારી દેશની પહેલી રેલવે ટનલ હશે
બુલેટ ટ્રેન માટે બનનારી ટનલનું ડાયામીટર 13.1 મીટર હશે. તે એટલી મોટી હશે કે તેમાં ટિ્વન ટ્રેક નાખવામાં આવશે એટલે કે એક સાથે બુલેટ ટ્રેન સિંગલ ટનલથી પસાર થઇ શકશે. તેને બનાવનારી એફૉન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે જર્મનીની હેરેનકનેચ એજી કંપનીને 2 ટીબીએમ મશીન સપ્લાય કરવાની જવાબદારી સોંપી છે, જે જમીનની અંદર સુરંગ બનાવવામાં નિપુણ છે. નોંધનીય છે કે હાઇસ્પીડ રેલ માટે કુલ 21 કિમી લાંબી ટનલ બનશે. તેમાં 7 કિમીની સી ટનલ હશે. આ એક મોટો પડકાર છે. કારણ કે અત્યાર સુધી દેશમાં આવા રેલવે પ્રોજેક્ટ પર કામ થયું નથી.
જુલાઇ-2024 સુધી ટનલનું કામ શરૂ થશે, જર્મન કંપનીની TBM ખોદશે
દેશની પહેલી ટનલ માટે તૈયારી શરૂ
સૉઇલ ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે.
સી ટનલ માટે સારથી જિયોટેક એન્ડ એન્જિનિયરિંગ સર્વિસીઝે જૂનથી પ્રક્રિયા શરૂ કરી છે. માટીની અને અન્ય તપાસ જારી છે. અમે સી-2 પેકેજમાં 21 કિ.મી લાંબી ટનલ માટે કોન્ટ્રાક્ટ કર્યો છે. તેમાં 7 કિ.મીની સી ટનલ પણ સામેલ છે. જે દેશની પ્રથમ ટનલ હશે. તેના માટે હેરનકેનચ કંપની ટીબીએમ સપ્લાય કરશે. જુલાઇ 2024માં ટનલનું કામ શરૂ થઇ જશે. તેના માટે ત્રણ TBM લગાવાશે. પ્રોજેક્ટનું કામ કરી રહેલી એફકૉન્સ કંપની હેરેનકનેચના 2 મશીનો સાથે ટનલના કામની શરૂઆત થશે.
આપણી રેલવે ટનલ ટિ્વન ટ્રેક ધરાવતી હશેટનલમાંથી 320 કિમીની ઝડપે પસાર થશે
ભારતમાં સૌ પ્રથમ સમુદ્રની અંદર બનનારી રેલવે ટનલ સપાટીથી 25-65 મીટર નીચે હશે. આ કામને સફળતાપૂર્વક પાર પાડવા માટે હેરેનકનેચ ટીબીએમને હાયર કરાઇ છે. આ ટેક્નિકથી અત્યાર સુધી વિશ્વભરમાં 6.76 ડાયામીટરથી લઇને 14.9 ડાયામીટર સુધી 171 અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટ બની ચૂક્યા છે. તે પોતાના કામને એ રીતે અંજામ આપે છે કે તેને ‘સ્ટેટ ઑફ આર્ટ’ કહી શકાય .
દુનિયાભરમાં 171 અંડરગ્રાઉન્ડ રેલ ટનલ
ભારતમાં આ પ્રકારનો પહેલો પ્રોજેક્ટ હશે. 171 અંડરગ્રાઉન્ડ ટનલ દુનિયાભરમાં નિર્મિત છે.
અંડરગ્રાઉન્ડ ટનલનો ડાયામીટર 6.9 થી લઇને 14.9 મીટર સુધીનો છે.
જાપાનની સીકન અંડર-સી રેલવે ટનલ : વિશ્વની સૌથી લાંબી રેલવે ટનલ છે. લંબાઇ 53.8 કિમી છે. 23 કિમીનો હિસ્સો સમુદ્રની નીચે છે.
ચેનલ ટનલ : ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને જોડતી અંડર-સી રેલવે ટનલ. તેની લંબાઇ 50.4 કિમી છે. 37.9 કિમીનો હિસ્સો સમુદ્રની નીચે છે.