ત્રાસવાદી સંગઠનો દ્વારા યુવકોને જન્નતમાં ૭૨ હૂર મળશે તેવા સપનાં બતાવીને કેવી રીતે ત્રાસવાદી પ્રવૃત્તિમાં જોતરવામાં આવે છે તે દર્શાવતી ફિલ્મ ૭૨ હૂરેનાં ટ્રેલરને સર્ટિફિકેટ આપવાનો સેન્સર બોર્ડે ઈનકાર કરી દીધો છે. તેના પગલે આ ફિલ્મનું ટ્રેલર થિયેટરમાં રીલીઝ થઈ શક્યું ન હતું.
આખરે સર્જકોએ જુદા જુદાં ડિજિટલ પ્લેટફોર્મ પર જ રીલીઝ કર્યું હતું. દરમિયાન ફિલ્મના સર્જક અશોક પંડિતે આ મુદ્દે સેન્સર બોર્ડ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આવી તાનાશાહી નહીં ચાલે, આ પગલાં બદલ સેન્સર બોર્ડના જવાબદારોએ માફી માગવી પડશે.
"A heartfelt thank you to all for the overwhelming response to the first look of our film #72Hoorain! We're reaching out to you in different languages, confident that you'll love it and respond just as passionately as before. #72Hoorain@gulab_tanwar@ashokepandit@kiran921 pic.twitter.com/WwtFFo3wCy
— Sanjay P S Chauhan (@sanjaypchauhan) June 11, 2023
આ ફિલ્મ ‘કાશ્મીર ફાઈલ્સ ‘ તથા ‘કેરાલા સ્ટોરી’ જેવો જ વિવાદ ચગાવે તેવી સંભાવના છે. ફિલ્મના ટ્રેલરમાં કેટલાંક દૃશ્યો તથા કેટલાક ધાર્મિક ઉલ્લેખો સામે સેન્સર બોર્ડ દ્વારા વાંધો લેવાયો હોવાનું કહેવાય છે.
અશોક પંડિતે કહ્યું હતું કે જે ફિલ્મને સર્ટિફિકેટ મળ્યું હોય તેના ટ્રેલરને કેવી રીતે ઈનકાર કરી શકાય તે સમજાતું નથી.
"Dive into a world where belief transcends boundaries and brutality knows no limits. Brace yourself for the intense journey that awaits in the gripping #72HooranTrailer."@gulab_tanwar @ashokepandit@kiran921 @anirudhsocial #Pavanmalhotra#amirbashir@Saru_Maini @72Hoorain pic.twitter.com/VLgydZHlda
— Sanjay P S Chauhan (@sanjaypchauhan) June 28, 2023
આખરે ટ્રેલર તો ફિલ્મનો એક અંશ માત્ર છે. સેન્સર બોર્ડમાં બેઠેલા જવાબદારોએ ઉત્તર આપવો પડશે અને એેક નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શકની ફિલ્મનાં ટ્રેલરને અટકાવવા બદલ માફી માગવી પડશે.
આ ફિલ્મનું દિગ્દર્શન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા દિગ્દર્શક સંજય પુરણસિંહે કર્યું છે.અશોક પંડિત આ ફિલ્મના સહ નિર્માતા છે.