Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 23°C

દેશભરમાં 77માં સ્વતંત્ર દિવસની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી, વિવિધ રાજ્યોના CMએ પાઠવી શુભકામના

દેશભરમાં 77માં સ્વતંત્ર દિવસની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી, વિવિધ રાજ્યોના CMએ પાઠવી શુભકામના

સમગ્ર ભારત દેશ આજે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 10મી વખત તિરંગો ફરકાવ્યો છે અને પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. આ પહેલા પીએમ મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પણ પાઠવી હતી. આ સિવાય આજે સ્વતંત્રતા દિવસ પર વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલે સ્વાતંત્ર્ય પર્વની આપી શુભકામના

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વાતંત્ર્ય પર્વની શુભકામના આપી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે ભારતમાતાની આઝાદી માટે જીવન ખપાવી દેનાર સૌ નામી-અનામી સ્વાતંત્ર્ય વીરોને આજના અવસરે કૃતજ્ઞતાસહ વંદન પાઠવું છું. સુખ, સુવિધા, સમૃદ્ધિથી યુક્ત નૂતન ભારતનું નિર્માણ કરીને આપણા દેશને વિકસિત રાષ્ટ્રોની હરોળમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન કરાવવાનું લક્ષ્ય આપણી સામે છે. આવો, આપણે સૌ સાથે મળી આ લક્ષ્યને સાકાર કરવા સંકલ્પબદ્ધ બનીએ.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. ટ્વીટમાં સીએમ યોગીએ કહ્યું- તમામ જાણીતા અને અજાણ્યા સ્વાતંત્ર્ય સેનાનીઓ, ભારત માતાના બહાદુર સપૂતોને લાખો સલામ! 77માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્યની જનતાને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ! અમર ક્રાંતિકારીઓના સપનાનું ભારત આજે ‘આત્મનિર્ભર ભારત’ના રૂપમાં સાકાર થઈ રહ્યું છે. જય હિંદ, જયભારત!

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.