વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં 97 કરોડ લોકો આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન કરશે. જે 2019 કરતાં 6 ટકા વધુ છે. ચૂંટણીપંચે શુક્રવારે 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશની સુધારેલી યાદી જાહેર કરી. 2.63 કરોડ નવા મતદારોમાં મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં 15% વધુ છે. આ ઉપરાંત 18-19થી 20-29 વયજૂથના 2 કરોડ મતદારોનાં નામ પણ યાદીમાં છે.
7 કરોડ વધુ મતદારો
પાંચ વર્ષમાં કુલ પુરુષ મતદારોની સંખ્યામાં 7 કરોડથી વધુનો વધારો થયો.
લિંગ ગુણોત્તરમાં સુધારો
સજાતીય સમાનતાના પ્રયાસો અને મહિલા મતદારોમાં જાગૃતિની અસર આ વખતે મતદારયાદીમાં દેખાઈ છે.
યુવા-વિકલાંગ મતદારોમાં વધારો
યુવા અને વિકલાંગ મતદારોમાં પણ વધારો થયો છે. 17થી વધુ વયના 10.64 લાખ યુવાનોએ અરજી કરી છે.
આસામ અને જમ્મુ-કાશ્મીરના ઇલેક્ટોરલ રોલમાં સુધારા
જમ્મુ-કાશ્મીર અને આસામની મતદારયાદી પણ સામેલ છે. જ્યાં ચૂંટણી ક્ષેત્રોમાં સીમાંકન બાદ સુધારા કરાયો છે.
22 લાખ બોગસ મતદારો દૂર કરાયા
1.65 કરોડ મૃતક, બીજા સ્થળ પર જનાર અને બોગસ મતદારોનાં નામ દૂર કરવામાં આવ્યાં છે. જે પૈકી 22.05 લાખ બોગસ મતદારો હતા જ્યારે 67,82,642નાં મોત થયાં છે.
જનજાતીય વસતીની 100 ટકા નોંધણી
મતદારયાદી સુધારા કરવાની પ્રક્રિયા દરમિયાન જનજાતિ વસતીની 100 ટકા નોંધણી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. આના કારણે આ હજુ સુધીની સૌથી વધુ નોંધણી છે.