અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડું ગુજરાતના જખૌ બંદર નજીક ત્રાટક્યું હતું. ભારે પવન અને વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણું નુકસાન થયું છે. હવે બિપરજોય વાવાઝોડું ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે. જો કે હવે પવનની ગતિ ઘટી છે. ગુજરાત બાદ બિપરજોય વાવાઝોડની અસર હવે ઉત્તર ભારતમાં જોવા મળશે. ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
#WATCH | #CycloneBiporjoy weakened into a deep depression. It is moving in the East-North East direction. Heavy to very heavy rainfall very likely at one or two places over South Rajasthan and adjoining areas of North Gujarat. Due to the cyclone, it is raining only in Gujarat and… pic.twitter.com/Uz4LI4YA9K
— ANI (@ANI) June 17, 2023
બિપરજોય વાવાઝોડાની અસર હજુ પણ ગુજરાતમાં જોવા મળી રહી છે ત્યારે ચક્રવાતની ગતિ ભલે ઓછી થઈ હોય, પરંતુ હજુ પણ ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાવાઝોડાને કારણે મોટા વૃક્ષો ધરાશાયી થયા છે અને કેટલીક જગ્યાએ ઈલેક્ટ્રીક થાંભલા અને મોબાઈલ ટાવર પડી ગયા છે. અનેક રસ્તાઓ ઉખડી ગયા છે અને ઘરોની છત ધરાશાયી છે. ગુજરાત બાદ રાજસ્થાનમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રાજસ્થાનના બાડમેરમાં પૂરનું જોખમ વધી ગયું છે.
બિપરજોયની અસર ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં જોવા મળી રહી છે. વાવાઝોડાને કારણે દિલ્હી એનસીઆરમાં કેટલીક જગ્યાએ હળવો અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ થયો હતો. તેમજ મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં વીજળી પડવાની સંભાવના છે. આ ઉપરાંત હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બિપરજોય વાવાઝોડા અંગે, IMD ડાયરેક્ટરે જણાવ્યું હતું કે વાવાઝોડું ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે અને વાવાઝોડાની ગતિમાં થોડો ઘટાડો થયો છે. અત્યારે પણ 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે વાવાઝોડું આગળ વધી રહ્યું છે.