મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે રાજ્યની સત્તાધારી પાર્ટી બીજેપીના (BJP) પોતાના સાથી પક્ષો હવે સરકારની કામગીરી અને નિર્ણયો પર સવાલ ઉઠાવી રહ્યા છે. મણિપુરમાં ભાજપના સહયોગી નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)એ સ્પષ્ટપણે કહ્યું છે કે જો રાજ્યમાં એન બિરેન સિંહ સરકાર સુરક્ષા અને શાંતિ સ્થાપિત કરવામાં સક્ષમ નથી, તો ગઠબંધનમાં રહેવાનો કોઈ અર્થ નથી.
2022ની વિધાનસભા ચૂંટણીમાં, NPPએ સત્તાધારી પક્ષ ભાજપ સામે ચૂંટણી લડી હતી, જો કે, બાદમાં 7 ધારાસભ્યોએ બિરેન સિંહ સરકારને ટેકો આપવાનો નિર્ણય કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો રાજ્ય સરકાર પોતાના લોકોની સલામતીનું ધ્યાન રાખવામાં અને રાજ્યમાં શાંતિની ખાતરી કરવા સક્ષમ ન હોય તો તે તેમની નિષ્ફળતા ગણાશે અને જો તેઓ નિષ્ફળ જશે તો તેમની સાથે રહેવા માટે કોઈ અર્થ નથી. એનપીપી સરકારનો ભાગ હોવાને કારણે, અમારી પણ જવાબદારી છે. આવી સ્થિતિમાં અમે ચૂપચાપ બેસી ન શકીએ.
અનેક મોત અને હિંસાની ઘટનાઓ વચ્ચે રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવી સરકાર માટે એક મોટો પડકાર બની ગયો છે. દરમિયાન, ઓલ આસામ મણિપુરી યુથ એસોસિએશન એ 23 જૂનથી નેશનલ હાઈવે 54 પર અનિશ્ચિત સમય માટે આર્થિક નાકાબંધીની જાહેરાત કરી છે. આ હાઇવે આસામ અને મિઝોરમને કછાર સાથે જોડે છે.