પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના જનસેવાના સફળ 9 વર્ષ પૂર્ણ થયા એ અવસરે આજે મહા જનસંપર્ક અભિયાન અંતર્ગત અલ્પકાલિન વિસ્તારક યોજના સંદર્ભે એકતા ઓડીટોરીયમ, કેવડીયા ખાતે નાંદોદ વિધાનસભાની કાર્યશાળા યોજાઈ. જેમાં પ્રખર રાષ્ટ્રવાદી ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ઉપરાંત વર્ચ્યુઅલ માધ્યમથી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીનું ઉત્તમ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
આ પ્રસંગે નાંદોદ વિધાનસભા ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખજી, પુર્વ મંત્રી શબ્દશરણભાઈ તડવીજી, વિસ્તારક પ્રવાસી કાર્યકર્તા કાંતિભાઈ, વિધાનસભાના જિલ્લા, મંડલ પક્ષના અને મોરચાના પદાધિકારીઓ,બુથ પ્રમુખ, બુથ પ્રવાસી અલ્પકાલિન
વિસ્તારકઓ ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટ- શૈશવ રાવ (રાજપીપળા)