વિધર્મી કટ્ટરવાદી તત્વોની વધતી જતી ગુનાહિત પ્રવુતિઓએ બહુમતી હિન્દુ સમાજ આક્રોશિત થયો છે. અને સમગ્ર પંથકમાં કોમી વાતાવરણ તંગ બન્યું છે.આ અંગે અટલ હિન્દુ રક્ષક સમિતિ ના સંસ્થાપક અને ભાજપ યુવા નેતા પિંકલ ભાટિયાની આગેવાનીમાં જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ગ્રામ્ય સ્તરે ગેરકાયદેસર રીતે વધતી જતી કટ્ટર ઇસ્લામિક ગતિવિધિ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરી છે.
ચરોતર પંથક માં ગ્રામ્ય સ્તરે વિધર્મી તત્વો કટ્ટર ગતિવિધિઓ પગપેસારો કરી રહી છે.જીલ્લામાં લવજેહાદ ,લેન્ડજેહાદના કિસ્સા વધી રહ્યા છે.છેલ્લા કેટલાક મહિનાઓથી જિલ્લામાં ક્યાંકને ક્યાંક કોમી છમકલાંને પગલે બહુમતી નાગરિક સામાજમાં અશાંતિ ફેલાઈ રહી છે.આણંદના ત્રણોલમાં સરકારી આવાસમાં બનેલ મઝાર અને મદ્રેસાએ સ્થાનિકોમાં ભારે આક્રોશ ઊભો કર્યો છે.
ભાજપ યુવા નેતા પિંકલ ભાટિયાની આગેવાનીમાં અટલ હિન્દુ રક્ષક સમિતિ દ્વારા આણંદ ડીડીઓ ને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ત્રણોલ ગામ ખાતે આવેલ ઈન્દીરા નગરીમાં રહેતા ઈસ્માઈલભાઈ વ્હોરા ના નામે સરકારી યોજના હેઠળ મકાન ફાળવવામાં આવ્યું હતું. ઈસ્માઈલભાઈ નિસંતાન હોવાથી તેમને ફાળવવામાં આવેલ મકાનની વિલ સિંકદર વ્હોરા નામના વ્યકિતને નામે કરી આપી હતી.ઈસ્માઈલભાઈ વ્હોરાના મૃત્યુ બાદ બિનઅધીકૃત રીતે સિકંદરભાઈ વ્હોરાએ મકાનમાં પ્રવેશ લીધો અને મકાનમાં મદ્રેસા ઊભી કરી હતી..
આ ઉપરાંત ધાર્મિક કટ્ટર આ સિકંદર વ્હોરા દ્વારા અહીં રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે દરરોજ પાંચ સમયે લાઉડ સ્પીકરથી અજાન વગાડવામાં આવતી હતી તથા ઇસ્લામના પ્રચાર પ્રસાર માટે પ્રવાસ કરતા જમાતીઓને અહીં એકત્રીત કરી આસપાસના રહીશોમાં કટ્ટરવાદ ભડકાવી વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો.આ સઘળી બાબતોને લઈ હિંદુ સમાજમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે.
આ અંગે અટલ હિંદુ હિત રક્ષક સમીતીના પ્રમુખ પિંકલ ભાટિયાએ જણાવ્યું હતું કે ત્રણોલના સ્થાનીક રહીશોએ વિધર્મી તત્વોની ધાર્મિક કટ્ટરતા અને ગેરકાયદેસર પ્રવુતિ અંગે જાણ કરી હતી. જેથી અમે આવેદન પત્ર આપી ન્યાય આપવા માંગ કરી છે..હજુ પણ તંત્ર આ બાબતે કોઈ કાયદેસરના કાર્યવાહી નહી કરે તો ઉગ્ર આંદોલન કરીશું.