એક મહિનાના સમયગાળામાં રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને ખેડૂત મંડળીઓને પોતાની ખેતપેદાશનું સીધુ વેચાણ કરી શકે તે માટે ગુજરાત એગ્રો ઈન્ડ્સટ્રીઝ કોર્પોરેશન દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 83 જેટલા સ્ટોલ્સ પર 58 ફાર્મર ગ્રુપ, 15 નેચરલ ફાર્મિંગ FPO અને સહકારી મંડળીના સભાસદોએ તેમની ગુણવત્તાયુક્ત અને કાર્બાઈડ ફ્રી 2.94 લાખ કિલોગ્રામથી પણ વધુ કેસર કેરીનું વેચાણ કરી આવક મેળવી હતી.
- કેસર કેરી મહોત્સવ-2023 થકી ખેડૂતોને મળ્યું પ્લેટફોર્મ
- વસ્ત્રાપુર હાટ ખાતે કેસર કેરી મહોત્સવમાં 2.94 લાખ કિગ્રાથી વધુ કેરીનું વેચાણ
- સીધા ગ્રાહકોને વેચાણ કરતાં ખેડૂતોની થઈ 30 % થી35 % વધુ આવક
- રાજ્યભરના ખેડૂતોએ કાર્બાઈડ ફ્રી અને ઓર્ગેનિક કેસર કેરીનું કર્યું વેચાણ
- 83 જેટલા સ્ટોલ્સ પર 58 ફાર્મર ગ્રુપ, 15 નેચરલ ફાર્મિંગ FPO એ લીધો ભાગ
- ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી.દ્વારા કરવામાં આવ્યું હતું વિશેષ આયોજન
- ‘કેસર કેરી મહોત્સવ’ થકી ખેડૂતોને સરકારે પુરુ પાડ્યુ પ્લેટફોર્મ